________________
સાયંકાલીન દેવવંદન
દર્શનાત્ ક્રુતિધ્વંસી વંદનાદ્ વાંછિતપ્રદઃ પૂજનાત્ પૂરકઃ શ્રીણાં જિનઃ સાક્ષાત્ સુરદ્રુમઃ ૮ ભગવાનનાં દર્શનથી દુરિત એટલે પાપનો નાશ થાય છે. ભગવાનને વંદન કરવાથી સર્વ વાંછિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ભગવાનની પૂજાથી શ્રી એટલે લક્ષ્મી, સર્વ સંપત્તિ આવી મળે છે, તેથી જિન ભગવાન સર્વ વાંછિત વસ્તુ દેનાર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. ૮
૩૩૭
પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસે પામિયે, સકલ મનોરથ સિદ્ધિ. ૯ પ્રભુનાં દર્શનથી સર્વ સુખ-સંપત્તિ મળે છે, પ્રભુનાં દર્શનથી નવનિધિઓ પ્રાપ્ત થાય છે અને પ્રભુનાં દર્શનથી સર્વ મનોરથ પૂર્ણ થાય છે. ૯
બ્રહ્માનંદ પરમસુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ્ દ્વંદ્વાતીતં ગગનસદૃશં તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્ એક નિત્યં વિમલમચલં સર્વદા સાક્ષીભૂતમ્ ભાવાતીતં ત્રિગુણરહિત સદ્ગુરું તં નમામિ. ૧૦ આત્મિક આનંદથી પરિપૂર્ણ, પરમ આત્મસુખના આપનાર, કેવલજ્ઞાનની મૂર્તિ, સુખ-દુઃખ, લાભ-અલાભ, માનઅપમાન, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્રથી રહિત, આકાશ જેવા અરૂપી,‘તત્ત્વમસિ’ (સદ્ગુરુદર્શિત જે ૫૨માત્મતત્ત્વ તે જ તું છે) આદિ જ્ઞાનીનાં રહસ્યવાક્યો વડે લક્ષ કરવા યોગ્ય અથવા સૌમાં પ્રથમ જોવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય તત્ત્વ તે તું જ છે એવા, ૫૨ના સંગથી રહિત એક, ત્રણ કાળ રહેનાર નિત્ય, કર્મમલ રહિત વિમલ, સ્વરૂપ સ્થિરતામાંથી કદાપિ ચલિત નહીં થનાર અચલ, સદાય નિર્લેપ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષીરૂપ, શુભાશુભ