________________
૩૩૮
નિત્યનિયમાદિ પાઠ ભાવોથી અતીત, સત્ત્વ, રજ અને તમે એ પ્રકૃતિના ત્રિગુણથી રહિત અથવા મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રરૂપ ત્રિદોષથી રહિત, એવા શુદ્ધ સહજાન્મસ્વરૂપ સદ્ગુરુને હું નમસ્કાર કરું છું. ૧૦ આનંદમાનંદકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોઘરૂપમ્ યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદ્ ગુરુ નિત્યમહં નમામિ ૧૧
જે આનંદસ્વરૂપ છે અને આનંદના કરનારા છે, જે પૂર્ણકામ પરમ સંતુષ્ટ હોવાથી પરમ પ્રસન્નપદમાં વિરાજમાન છે, જ્ઞાનસ્વરૂપ જ્ઞાનની મૂર્તિ છે, પોતાના આત્માની જાગૃતિરૂપ આત્મજ્ઞાનસ્વરૂપ વા અનુભવસ્વરૂપ છે, અંતર્મુખ થઈ આત્મસ્વરૂપમાં જેની વૃત્તિ જોડાઈ છે એવા યોગીઓના જે ઇન્દ્ર, સ્વામી છે, ઈશ્વ એટલે વખાણવા યોગ્ય વા સ્તુતિ કરવા યોગ્ય છે, જન્મમરણાદિરૂપ ભવરોગને મટાડનાર પારમાર્થિક વૈદ્ય છે, એવા શ્રીમદ્ આત્મશ્વર્યયુક્ત સદ્ગુરુને હું નિત્ય નમસ્કાર કરું છું. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરું વદામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ; શ્રીમદ્ પરબ્રહ્મગુરું ભજામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરુ સ્મરામિ.૧૨
પર એટલે ઉત્કૃષ્ટ અને બ્રહ્મ એટલે આત્મા. પરબ્રહ્મ એટલે પરમાત્મા. શ્રી એટલે લક્ષ્મી, ઐશ્વર્ય. શ્રીમદ્ એટલે પ્રગટ આત્મશ્વર્યયુક્ત શુદ્ધ સહજાત્મસ્વરૂપરૂપ પરમાત્મા સદ્ગુરુ. એ સદ્ગુરુરૂપ પરમાત્મા સાથે જ હું બોલું છું. એ સહજાત્મસ્વરૂપ પરમ ગુરુને જ નમસ્કાર કરું છું. તેમના પારમાર્થિક સ્વરૂપને જ પ્રતિક્ષણે ભજું છું. તેમનું જ ક્ષણે ક્ષણે અખંડ સ્મરણ કરું છું. અર્થાત્ મન-વચન-કાયા અને આત્માથી તેમાં જ તલ્લીન થાઉં છું. ૧૨