________________
૩૩૫
સાયંકાલીન દેવવંદન અસાઘારણ સર્વોત્તમ કેવલજ્ઞાન આ જગતમાં સર્વોત્કૃષ્ટ વર્તે છે. તે વીતરાગ વિજ્ઞાન એટલે કેવળજ્ઞાનને નમસ્કાર હો, કે જેના આરાઘનથી સાઘકો અરિહંતાદિ મહાન પદ પામ્યા છે, પામે છે અને પામશે. ૩
વિશ્વભાવ વ્યાપિ તદપિ એક વિમલ ચિટૂ૫; જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતા જિનભૂપ. ૪
રાગદ્વેષ અજ્ઞાન આદિ અંતરંગ શત્રુની સેનાને જીતે તે જિન, વીતરાગ સર્વજ્ઞ ભગવાન. તે ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી તેમના જ્ઞાનમાં લોકાલોક ઝળકી રહ્યા છે. તેથી જ્ઞાન અપેક્ષાએ તે ભગવાન વિશ્વમાં સર્વત્ર સર્વ પદાર્થોમાં વ્યાપી રહ્યા છે એમ કહેવાય છે. છતાં પરમાર્થે, પ્રદેશ અપેક્ષાએ એ પ્રભુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવમાં જ વ્યાપેલા હોવાથી એક વિમલ ચિતૂપ, નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં વિરાજી રહ્યા છે. તે ભગવાન જ્ઞાનાનંદે પરિપૂર્ણ છે. સંપૂર્ણ આત્મશ્વર્યયુક્ત હોવાથી મહાન ઈશ્વર, મહેશ્વર છે. એવા હે જિન ભગવાન ! આપ સદાય જયવંત વર્તા. ૪
મહત્તત્ત્વ મહનીય મહંત મહાઘામ ગુણઘામ; ચિદાનંદ પરમાતમાં, વંદો રમતા રામ. ૫
પરમાત્મતત્ત્વ એ સર્વ તત્ત્વોમાં સર્વોપરી મહાન તત્ત્વ છે. એ જ મહનીય એટલે પૂજવાયોગ્ય, મહઃ એટલે તેજ, જ્યોતિ, દિવ્ય પ્રકાશ છે. એ જ મહાઘામ એટલે ભવ્યાત્માઓને પરમ અવલંબનરૂપ મહાન આધાર છે. એ જ ગુણોનું ઘામ છે. એ જ ચિદાનંદ એટલે અનંત જ્ઞાનાદિ અતદ્રિય આત્મિક આનંદસ્વરૂપ છે. એ સ્વસ્વરૂપમાં રમતા રામ સહજાત્મસ્વરૂપ પરમાત્માને પરમ ભક્તિભાવે નમસ્કાર હો. ૫