Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 345
________________ ૩૨૮ નિત્યનિયમાદિ પાઠ ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણામુદ્યોતકં દલિતપાપતમોવિતાન સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદાવાલંબનું ભવજલે પતતાં જનાનાં ૯ યઃ સંસ્તુતઃ સકલવામયતત્ત્વબોઘાદુભુતબુદ્ધિપટુભિઃ સુરલોકનાથઃ સ્તોત્રગતુત્રિતયચિત્તહરદારઃ સ્તોળે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્ ૧૦ ભક્ત એવા અમરો, દેવો, તેના નમેલા જે મુકુટ તેમાં રહેલા જે મણિઓ તેની કાંતિને પ્રકાશ કરનારું, તથા દૂર કર્યો છે પાપરૂપ અંઘકારનો સમૂહ જેણે એવું, તથા સંસાર સમુદ્રમાં પડેલા ભવ્ય જનોને યુગની આદિમાં, (ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાની શરૂઆતમાં) આઘારભૂત, આશ્રયરૂપ, એવું શ્રી તીર્થકરનું ચરણયુગ તેને મન વચન કાયાએ કરી રૂડી રીતે પ્રણામ કરીને, જે ભગવાન, સમસ્ત શાસ્ત્રોના રહસ્યને જાણવાથી ઉત્પન્ન થઈ નિપુણ બુદ્ધિ તે વડે કુશળ એવા સુરલોકના નાથ ઇન્દ્રો તેણે ત્રણ જગતના પ્રાણીના ચિત્તને હરનાર એવા અર્થથી અને શબ્દથી ઉદાર, સ્વર્ગાપવર્ગને આપનાર, મહાન, નિર્દોષ સ્તોત્રો વડે સ્તુતિ કરાયેલા છે એવા ચોવીશ જિનોમાં પ્રથમ સામાન્ય કેવલીમાં ઇન્દ્ર સરખા શ્રી ઋષભ સ્વામી તેની હું પણ નિશ્ચયે સ્તુતિ કરીશ. દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશન દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાઘને ૧૧

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362