________________
૩૩૨
નિત્યનિયમાદિ પાઠ છે ત્યારે ઇન્દ્રાદિ દેવો તેમના ગર્ભકલ્યાણકનો ઉત્સવ કરે છે. તે જ પ્રકારે જ્યારે ભગવાન જન્મે છે, તે જન્મ સમયે પણ ઇન્દ્રાદિ દેવો ભગવાનને મેરુપર્વત ઉપર લઈ જઈ ત્યાં પાંડુક શિલા ઉપર અભિષેક કરી ઉત્સવ કરે છે. તેવી જ રીતે ભગવાન
જ્યારે દીક્ષા લે છે, ત્યારે જ્ઞાન કલ્યાણક, અને આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણ પઘારે છે ત્યારે નિર્વાણ કલ્યાણક, એમ ઇંદ્રાદિ દેવો ભગવાનના ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ સમયે પાંચ કલ્યાણક કરી ઉત્સવ કરે છે તે વખતે સ્તુતિ મંગલ વડે જે અભુત પૂજા ઉત્સવ થાય છે તે મારા પ્રભાતને સુંદર રીતે ઉત્સવરૂપ બનાવી અને સુપ્રભાતરૂપ ઉત્સવ પ્રસારના કારણરૂપ બનો !