________________
સાયંકાલીન દેવવંદન
૩૧૭ વારંવાર નમસ્કાર હો ! ૐ એટલે અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ (સાધુ) એ પાંચેના પહેલા અક્ષર લેતાં - અઅઆ+ઉમ=ૐ શબ્દ થાય છે. તેથી ૐ એ પરમ ગુરુનું ટૂંકું રૂપ છે.
મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન. ૩
ભાવાર્થ - વીતરાગ (રાગ રહિત), વિજ્ઞાન વિશેષ જ્ઞાન કે સમ્યજ્ઞાન) જે મોક્ષરૂપ છે અને મોક્ષ આપનારા છે, તેને (વીતરાગ વિજ્ઞાનને) આરાઘવાથી અરિહંતાદિ મહાપુરુષો થયા છે. તેથી તે બન્ને ગુણને નમસ્કાર કરું છું.
વિશ્વભાવ વ્યાપિ તદપિ એક વિમલ ચિ૮૫; જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતા જિનભુપ. ૪
ભાવાર્થ – જ્ઞાન અપેક્ષાએ વિશ્વમાં (લોકાલોકમાં) વ્યાપેલા છતાં જે શુદ્ધ ચેતન્યસ્વરૂપ છે, જ્ઞાન અને આનંદથી ભરપૂર છે એવા જિન ભગવાન (જિનરાજ) જયવંત હો !
મહત્તત્ત્વ મહનીયમહઃ મહાઘામ ગુણાધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. ૫
ભાવાર્થ :- મહતું તત્ત્વ એટલે પરમાત્મારૂપ, મહનીય એટલે પૂજવા યોગ્ય જેનું મહઃ એટલે તેજ-પ્રભાવ છે, જે અત્યંત તેજસ્વી જ્ઞાનવંત છે, આત્માના સર્વ ગુણના ઘામ છે, ચૈતન્યસ્વરૂપ અને આનંદરૂપ છે તથા આત્મસ્વરૂપમાં રમનારા છે એવા પરમાત્માને નમસ્કાર કરું છું.