Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાયંકાલીન દેવવંદન
૩૨૩
દેહથી ભિન્ન આત્મા બતાવ્યો એ આપનો અપાર ઉપકાર છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.૨૪ ભાવાર્થ :— આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજ્યા વિના હું અનંત કાળથી દુઃખ પામ્યા કરું છું. તે દુઃખ ટળે એ પ્રકારે આપે મને આત્મસ્વરૂપ સમજાવ્યું તે બદલ આપ શ્રી સદ્ગુરુ ભગવાનના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું.
નમસ્કાર
જય જય ગુરુ દેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ.
ભાવાર્થ :– તે સદ્ગુરુનો જય થાઓ. કર્મ રહિત સહજાત્મસ્વરૂપ જેણે પ્રગટાવ્યું છે એવા ૫૨મ ગુરુ શુદ્ધ આત્મસ્વરૂપના સ્વામી, અમારા અંતરની સર્વ વાતો જાણનારા, હે ભગવાન ! મોક્ષના દરવાજારૂપ જે ક્ષમા છે તેને ઘારણ કરનારા અને મોક્ષને અર્થે પુરુષાર્થ કરનારા હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાને ઇચ્છું છું. મારી શક્તિ પ્રમાણે શુદ્ધ ભાવથી મસ્તક નમાવીને વંદન કરું છું.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.૨૫ ભાવાર્થ : સદ્ગુરુ પુરુષોત્તમરૂપ પ્રભુ છે, કેવળજ્ઞાન અને અનંત સુખના ધામ છે. તે સદ્ગુરુએ મારા આત્માનું ભાન પ્રગટાવ્યું તેથી તેમને સદા નમસ્કાર કરું છું.

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362