________________
નિત્યનિયમાદિ પાઠ
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યાં, અહો ! અહો ! ઉપકા૨.૨૦ ભાવાર્થ :— અત્યંત આશ્ચર્યકારી અને દયાના મહાસાગર એવા સદ્ગુરુ છો. તમે અશક્ત એવા મારા પર પરમ ઉપકાર કર્યો છે તે પણ આશ્ચર્યકારક છે.
૩૨૨
શું પ્રભુ ચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન.૨૧ ભાવાર્થ :— એવા સદ્ગુરુના ચરણકમળમાં શી ભેટ ધરું ? જગતના બધા પદાર્થો તુચ્છ છે. એક આત્મા ઉત્તમ છે. તે આત્મા તો પ્રભુએ જ મને આપ્યો છે. એવી બીજી કોઈ અર્પણ કરી શકાય તેવી વસ્તુ નથી. માટે તેમની આજ્ઞાને વશ થઈને હું વર્તુ એ જ યોગ્ય છે.
આ દેહાર્દિ આજથી, વર્તો પ્રભુ આધીન;
:—
દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૨૨ ભાવાર્થ : મને મળેલાં મન, વચન, કાયા, ઘન આદિ આજથી પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તો. હું તો પ્રભુનો દીન દાસ છું, દાસનો દાસ અને તેનો પણ દાસ છું.
ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ.૨૩ ભાવાર્થ :— આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ છ સ્થાનક આત્માનાં નિવાસભૂત છે. તેનું વર્ણન કરીને આપે મને આત્માનો ઉપદેશ કર્યો અને મ્યાનથી તરવાર જેમ સ્પષ્ટ ભિન્ન દેખાય છે તેમ