________________
૩૨૦
નિત્યનિયમાદિ પાઠ
તેમનાં સ્વરૂપને હું નમસ્કાર કરું છું, તેમની જ હું ભક્તિ તથા તેમનું સ્મરણ કરું છું.
ગુરુર્જહ્મા ગુરુર્વિષ્ણુ
ગુરુĚવો ગુરુદેવો મહેશ્વરઃ
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ૧૩ ભાવાર્થ :— ગુરુ (જગતના પૂજ્ય) બ્રહ્મા જેવા ઉત્પાદ સ્વરૂપ છે, વિષ્ણુ જેવા ધ્રુવસ્વરૂપ છે અને મહાદેવ જેવા વ્યયરૂપ છે. ગુરુ સાક્ષાત્ પરમાત્મા છે તેથી તે સદ્ગુરુદેવને નમસ્કાર કરું છું.
ધ્યાનમૂલં ગુરુમૂર્તિ, પુજામૂલં ગુરુપદમ્; મંત્રમૂલં ગુરુવારૂં, મોક્ષમૂલં ગુરુકૃપા. ૧૪ ભાવાર્થ : ગુરુની મૂર્તિ ઘ્યાનનું કારણ છે, તેમનાં ચરણકમળ પૂજાનું કારણ છે, તેમનાં વાક્ય મંત્રરૂપ છે અને તેમની કૃપા મોક્ષનું કારણ છે.
:–
અખંડ મંડલાકાર વ્યાસં યેન ચરાચરમ્ તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ૧૫ ભાવાર્થ :— ત્રસ અને સ્થાવર જીવોથી ભરપૂર આખા લોકમાં જે વ્યાપેલા છે એવા ભગવાનનું સ્વરૂપ જેણે ઉપદેશ્યું તે સદ્ગુરુને નમસ્કાર કરું છું. કેવલી સમુદ્દાત વખતે ભગવાન આખા લોકમાં વ્યાપેલા હોય છે. કેવલજ્ઞાન અપેક્ષાએ પણ વ્યાપેલા કહેવાય છે.
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ૧૬