________________
૩૧૮
નિત્યનિયમાદિ પાઠ તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબવિધિ બંઘ નશાય. ૬
ભાવાર્થ–ત્રણે લોકના, મુકુટમાં રત્ન જેવાં શ્રી જિનેશ્વરનાં ચરણ છે તેમને નમસ્કાર કરતાં પોતાનું સ્વરૂપ પ્રગટે છે અને સર્વ પ્રકારે બંઘનોનો નાશ થાય છે. “સમનો અર્થ એવો પણ થાય છે કે જિન ભગવાનનાં ચરણ સમતારૂપ છે.
દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશન; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાઘનં. ૭
ભાવાર્થ - દેવોના પણ દેવ, અઢાર દોષથી રહિત એવા અરિહંતની માન્યતારૂપ દર્શન પાપનો નાશ કરે છે. દર્શન કરવાથી દેવગતિનું કારણ થાય છે અને મોક્ષનું પણ સાઘન છે.
દર્શનાદુરિતબંસી, વંદનાતું વાંછિતપ્રદઃ પુજનાતુ પૂરકઃ શ્રીણાં જિનઃ સાક્ષાત્ સુરદ્યુમઃ ૮
ભાવાર્થ :- સમ્યગ્દર્શનથી સંકટનો નાશ થાય છે, ભગવાનને વંદન કરવાથી ઇચ્છિત વસ્તુ મળે છે, ભગવાનનું પૂજન કરવાથી આત્મલક્ષ્મી આત્માના ગુણો પ્રાપ્ત થાય છે, માટે જિન ભગવાન સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.
પ્રભુદર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવનિધિ; પ્રભુદર્શનર્સે પામિય, સકલ મનોરથ સિદ્ધિ. ૯
ભાવાર્થ – ભગવાનનાં દર્શનથી સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે, ભગવાનનાં દર્શન એ જ નવનિઘાન છે, ભગવાનનાં દર્શનથી સર્વ મનોરથ પૂર્ણ થાય છે.
બ્રહ્માનંદ પરમ સુખદ કેવલં જાનમૂર્તિમ્ જાતીત ગગનસદ્ગશ તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્