________________
૩૧૬
१८
સાયંકાલીન દેવવંદન
મહાદેવ્યાઃ કુક્ષિરત્ન શબ્દજીતરવાત્મજમ્ રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચન દાયકમ્ ૧ ભાવાર્થ :— મહાદેવી એવાં દેવામાતાની કૂખે જન્મેલા રત્નરૂપ તથા ભાષા ઉપર જેનો કાબૂ છે એવા સાક્ષાત્ સરસ્વતીરૂપ અને રવજીભાઈના પુત્ર શ્રીમદ્ રાજચંદ્રદેવને નમસ્કાર કરું છું. કારણ કે, મને તત્ત્વલોચન એટલે આત્માને ઓળખવાની આંખ દેનાર (સમજણ આપનાર) તેઓ છે. જય ગુરુદેવ ! સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી.
ભાવાર્થ :— સંસારમાં મોહનીય સાથે સત્પુરુષો લડાઈ કરે છે. તેની સાથે લડાઈ કરી જય મેળવવાનો છે. ગુરુદેવે તેનો જય કર્યો છે, તેથી જયવંત વર્તે છે. કોઈના પણ સંગ વગર કેવલ આત્મા જ, તે સહજાત્મસ્વરૂપ છે. કર્મ રહિત શુદ્ધ ચૈતન્યનું સ્વરૂપ પરમ ગુરુઓએ પ્રગટ કર્યું છે તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના સ્વામી છે. એને કોઈ પણ જાતનું રૂપ એટલે આકૃતિ નથી. તે શબ્દોથી પણ કહી શકાતું નથી. એવા સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યના સ્વામી શ્રીમદ્ રાજચંદ્ર છે.
ૐૐકાર બિન્દુસંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કાનંદ મોક્ષદં ચૈવ ૐકારાય નમોનમઃ ૨
-
ભાવાર્થ :– બિન્દુસંયુક્ત એટલે સદ્ગુરુની આજ્ઞા સહિત, ૐકાર મંત્રનું યોગીઓ નિત્ય ધ્યાન ઘરે છે, માટે કારને