________________
૩૧૪
નિત્યનિયમાદિ પાઠ વખતસર વરસ્યા કરો કે જેથી સૌ જીવો અન્નપાનાદિથી સદાય સુખી રહે. રાજાઓ પણ સદ્ધર્મપરાયણ થઈને ન્યાયનીતિથી પ્રજાનું પાલન કરો, કે જેથી પ્રજા સુખી રહે. મરકી આદિ ભયંકર રોગ અથવા દુર્ભિક્ષ દુકાળ ફેલાય નહીં, કે જેથી પ્રજા શાંતિથી જીવન વ્યતીત કરે.
આત્મા પરાત્માની હિંસા કે ઘાત ન થાય તે અહિંસા. પોતાનો આત્મા ક્ષણે ક્ષણે રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ વિભાવો વડે પોતાના સ્વભાવનો ઘાત કરી, ભયંકર ભાવમરણથી હણાઈ રહ્યો છે, ભાવિ જન્મમરણનાં ભયંકર દુઃખ ઉપાર્જન કરી રહ્યો છે. તેની તે હિંસા અટકાવવા, તેની પોતાના આત્માની દયા ચિંતવીને તેને તે દુઃખોથી મુક્ત કરવા, વિભાવિક સાંસારિક દશારૂપ પરતંત્રતા કે કારાગૃહમાંથી તેને છોડાવવા અને આત્મજ્ઞાન આદિ આત્મિક ઐશ્વર્ય યુક્ત સ્વતંત્ર સ્વાધીન સુખમય દશા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો, તેમ કરતાં પોતાની હિંસા થતી જે અટકાવે છે, પોતાને જે સંસારભયથી નિર્ભય
સ્વતંત્ર સુખી બનાવે છે તે જ સર્વ જગતના જીવો પ્રત્યે અહિંસક બની શકે છે, તે જ બીજા જીવોને નિર્ભય સ્વતંત્ર સુખી બનાવી શકે છે, તેને જ તત્ત્વવૃષ્ટિથી પરમ અહિંસાભાવ પ્રગટે છે. આત્મવત્ સર્વભૂતેષુ : પતિ સ પંડિતઃ | એમ સર્વ પ્રાણીમાં પોતાના સમાન આત્મા જોવાની દ્રષ્ટિ સાધ્ય થતાં તેને જ પરમ અહિંસાભાવ વર્તે છે. આવો પરમ અહિંસાભાવ કે જે સર્વ જીવોનો મૂળ સ્વભાવ છે, જે અધોગતિમાં પડતાં ઘરી રાખનાર અને ઉત્તમગતિમાં સ્થાપનાર સ્વઘર્મ છે તે ઘર્મ જગતમાં સર્વત્ર પ્રસરો, ફેલાઓ, કે જેથી સર્વ જીવો સ્વપરના હિતમાં તત્પર રહે.