________________
મેરી ભાવના
૩૧૧ કૃતઘતા એ મહાન દોષ હોવાથી કદાપિ આચરું નહીં. કોઈ પ્રત્યે દ્રોહ એટલે દગો અથવા ઈર્ષા, વેર, દ્વેષ, મારા અંતરમાં ન રહો. ગમે તેવા પાપી દોષયુક્ત જીવને જોતાં પણ તેનામાં જે કંઈ ગુણ હોય તે જ મારે તો ગ્રહણ કરવા છે, દોષની સાથે મારે કંઈ સંબંઘ નથી એમ વિચારી ગુણને ગ્રહણ કરવા અને દોષને ન જોવારૂપ દ્રષ્ટિ જ કેળવું. કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખોં વષ તક જીઊં યા, મૃત્યુ આજ થી આ જાવે; અથવા કોઈ કૈસા હી ભય, યા લાલચ દેને આવે, તો ભી ન્યાય માર્ગસે મેરા કભી ન પદ ડિગને પાવે. ૭
કોઈ સ્તુતિ કરો, પ્રશંસા કરી કે કોઈ નિંદા કરી, અપયશ બોલો; પ્રારબ્ધવશાત્ ઘન પ્રાપ્ત થાઓ કે ઘન ચાલ્યું જાઓ; આયુષ્ય વશે લાખો વર્ષ સુધી જીવવાનું હો કે આજે જ મરણ આવી જાઓ, અથવા કોઈ ગમે તેવો ભય કે લાલચ દર્શાવે, (પ્રતિકૂળ કે અનુકૂળ ઉપસર્ગ આદિ આવી પડો), તોપણ
ન્યાયમાર્ગમાં, મહાપુરુષોએ દર્શાવેલા સત્ય માર્ગમાં જ અડોલ નિષ્કપ સ્થિરતાને ઘારણ કરું, લેશ માત્ર પણ અસ્થિર કે ચલાયમાન ન થાઉં એવી અપૂર્વ ઘીરજ મને સદાય પ્રાપ્ત હો. હોકર સુખમેં મગ્ન ન ફલે, દુઃખમેં કભી ન ઘબરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક અટવીસે નહિ ભય ખાવે; રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દ્રઢતર બન જાવે, ઇષ્ટ વિયોગ અનિષ્ટ યોગમેં, સહનશીલતા દિખલાવે. ૮