________________
૧૧૬
નિત્યનિયમાદિ પાઠ
શું કહે છે ? રે આત્મ તારો ! આત્મ તારો ! આત્માને શીઘ્ર ઓળખો અને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો. સર્વ આત્માને દ્રવ્યદ્રષ્ટિથી સમાન જુએ તો રાગદ્વેષ ન થાય. પ્રભુશ્રીજી કહેતા કે કોઈ પર રાગદ્વેષ ન કરો, કોઈને દૂભવો નહીં. નિર્દોષ હોય તે આવો બોધ કરે. પોતાના આત્માને ઓળખો એટલે સર્વમાં આત્મા દેખાશે. ત્યાર પછી રાગદ્વેષ મટી જશે. આ વચનને હૃદયે લખો એટલે એ વચનને હૃદયમાંથી ભુલાય નહીં તેવું કરો.