________________
૧૮૦
નિત્યનિયમાદિ પાઠ તરીકે ઝેર અને અમૃત બન્ને પુદ્ગલ છે તેમાં ઝેરનો ગુણ મૃત્યુ પમાડવાનો અને અમૃતનો ગુણ જીવન આપવાનો છે. તે બન્ને જડ હોવાથી પોતાના ગુણને કે તેનું ફળ આપવાનો સંકલ્પને જાણતાં નથી. જીવ ઝેર કે અમૃત ખાય તો થોડા કાળે તે પદાર્થ તેની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે છે. તેમાં કંઈ ફેર પડતો નથી. તેવી રીતે જીવ શુભ કે અશુભ જેવા ભાવ કરે તેવા શુભ કે અશુભ કર્મ બાંધે છે ને વખત જતાં તે કર્મો પુણ્ય કે પાપના ઉદયરૂપે જીવને ફળ આપે છે. એ રીતે શુભ કે અશુભ કર્મના ફળને આત્મા ભોક્તા થાય છે. (૮૩)
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪
અર્થ - એક રાંક છે અને એક રાજા છે, “એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. (૮૪) | ભાવાર્થ – એ રીતે કર્મ જે કાર્ય કરે છે તે સર્વત્ર અનુભવાય છે જેમકે “મોક્ષમાળામાં કર્મના ચમત્કાર'ના પાઠમાં બતાવ્યું છે. અહીં ટૂંકામાં કહ્યું કે એક રાજાને ત્યાં જન્મ ને રાજા થાય, બીજો ઘણી મહેનત કરવા છતાં દીન ગરીબ હોય છે. એમ જીવ માત્ર અનેક પ્રકારનાં ફળ ભોગવે છે તેનાં કારણ પૂર્વકર્મ છે. તેથી પુરવાર થાય છે કે શુભાશુભ કર્મ વેદ્ય ભોગવવા યોગ્ય છે. (૮૪)