________________
૨૨૦
નિત્યનિયમાદિ પાઠ પરંતુ આત્મા જાણ્યો, પછી જગતની બધી વસ્તુઓ તુચ્છ લાગે. બઘી વસ્તુ પર વૈરાગ્ય આવ્યો.
એક આત્મભાવે જ દર્શન કરવા અને આત્માની શુદ્ધિ કરવી એ જ સદ્ગુરુને પ્રસન્ન કરવાનો ઉપાય છે. તેથી શિષ્ય વિચારે છે કે જગતના બધા પદાર્થો જોતાં આત્માથી ચઢિયાતું કંઈ નથી. તે આત્મા તો પ્રભુએ જ મને પ્રાપ્ત કરાવ્યો, હું આત્મા છું એવું ભાન કરાવ્યું તેથી આત્મા આપ્યો. તેના સમાન બદલામાં આપી શકાય એવો કોઈ પદાર્થ વિશ્વમાં નથી. તેથી શું આપું? કંઈ આપી શકાય એમ નથી અને તેઓ કોઈ બાહ્ય વસ્તુ ઇચ્છતા નથી. ત્યારે શું કરવું? એક ઉપાય છે કે તેઓને પ્રસન્ન કરવા તેમની આજ્ઞામાં વર્તવું. ચરણાથીન–૧. તેમણે કર્યું તેવું આચરણ કરવું, આત્મચારિત્રમાં વર્તવું એમ કોઈ અર્થ કરે છે. ૨. સરુની આજ્ઞાએ વર્તવું એ અર્થ અહીં બંઘ બેસે છે. જીવોનું કલ્યાણ સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાથી જ થાય છે. “આણાએ ઘમો આણાએ તવો.”
આજ્ઞાનું માહાસ્ય સમજાય તો વિચારે કે મારાથી પોતાની મેળે સંસારનો પાર પમાય એમ નથી. આજ્ઞા ઉપાસીશ ત્યારે જ મારું કલ્યાણ થશે. પોતાની મેળે ગમે તેટલું કરું, ભલે આખું જગત વખાણતું હોય પણ તેથી કલ્યાણ નથી. જ્યારે બધેથી. વૃત્તિ ઉઠાડી એક આજ્ઞાએ વર્તાશે ત્યારે જ કલ્યાણ થશે. લોકસંજ્ઞાએ તો મેરુ પર્વત જેટલા ઓઘામુહપત્તી કર્યા પણ શા. કામનું ? હવે સરુની આજ્ઞાએ સમતિ સહિત થાય તેની ગણતરી છે. સ્વચ્છેદે કે અજ્ઞાની ગુરુની આજ્ઞાએ કરેલું