________________
૨૪૮
નિત્યનિયમાદિ પાઠ જગતમાં સારી વસ્તુ આત્મા, તે સમજી લીઘો, બાકી બધો એઠવાડો. જગત આખું સ્વપ્રામાં વર્તતું લાગે. આત્માને હિતકારી કશું નથી. આમ હોય તો ઠીક, આમ ન હોય તો ઠીક; એવુ ન થાય. સ્વપ્ન સારું કે ખોટું કંઈ કામનું નથી તેમ રાજા, ઇંદ્ર કે દેવલોકનાં સુખ સાહ્યબી બધું જવાનું, જૂઠું; આવી સમજ હોય તે જ્ઞાની. બીજા કહેવાના જ્ઞાની હોય તે કંઈ તારે નહીં. (૧૪૦)
સ્થાનક પાંચ વિચારને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧
અર્થ :- પાંચે સ્થાનકને વિચારીને જે છઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. (૧૪૧).
ભાવાર્થ – હવે આત્મસિદ્ધિશાસ્ત્ર ભણીને શું કરવું? તે આ ગાથામાં કહે છે કે પ્રથમનાં પાંચ સ્થાનક વિચારીને સમજી લેવાં, તેની દ્રઢ શ્રદ્ધા કરવી અને છઠ્ઠું સ્થાનકે મોક્ષના ઉપાય બતાવ્યા છે તે મુજબ વર્તવું તો અવશ્ય મોક્ષ મળે. પ્રથમનાં પાંચ પદ વિચારીને શ્રદ્ધા દૃઢ કરવી અને મોક્ષના ઉપાયમાં મંડી પડવું. આટલું કરે તો મોક્ષ થાય જ. એમાં કંઈ સંદેહ નથી. ઘણા જીવો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે. સાચો ઉપાય છે તેમાં પ્રવર્તે તો ઠેઠ મોક્ષે લઈ જાય. પરંતુ તેટલું બળ ન કરે તો વચ્ચે ભવ કરવા પડે. સત્પરુષાર્થ કરે તો મોક્ષ અવશ્ય થાય. (૧૪૧)
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨