________________
નિત્યનિયમાદિ પાઠ
અનંતાન જુ બંધી જાનો, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનો; સંજ્વલન ચૌકરિ ગુનિયે, સબ ભેદ જુ ષોડશ ‘મુનિયે.૧૨
(૧) જે કષાય અનંત સંસારનું કારણ થાય છે તે અનંતાનુબંધી કષાય છે. એ સમ્યક્ત્વનો તથા સ્વરૂપાચરણ ચારિત્રનો ઘાત કરે છે. (૨) જે કષાયના ઉદયથી જીવ દેશ સંયમ ગ્રહણ કરી શકતો નથી તે અપ્રત્યાખ્યાનાવરણ કષાય છે. (૩) સર્વ સંયમને આવરણ કરનાર કષાયને પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે. (૪) જે કષાય યથાખ્યાત ચારિત્ર ન પ્રગટવા દે તે સંજ્વલન કષાય છે.
૨૮૪
એમ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન એ પ્રત્યેક ચારને ક્રોધ માન માયા લોભ એ ચાર વડે ગુણતાં ૧૬ કષાય થાય એમ જાણીએ.
પરિહાસ અતિ રતિ શોગ, ભય ગ્લાનિ તિવેદ સંજોગ; પનવીસ જુ ભેદ ભયે ઇમ, ઇનકે વશ પાપ કિયે હમ.૧૩
ઉપરની ગાથામાં કહેલા ૧૬ કષાય તથા હાસ્ય, રતિ, અરિત, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એ નવ નોકષાય મળી ૨૫ કષાયના ભેદ થયા, તેને વશ થઈ મેં બહુ પાપ કર્યાં.
નિદ્રાવશ શયન કરાઈ, સુપને મધિ દોષ લગાઈ; ફિર જાગિ વિષયવન થાયો, નાનાવિધ વિષફલ ખાયો.૧૪
નિદ્રાને વશ થઈ સૂતાં સ્વપ્રામાં મેં અનેક દોષ કર્યા. ફરી જાગીને પણ વિષયરૂપ વનમાં આમતેમ દોડ્યો, અનેક પ્રકારનાં કષ્ટકારી વિષ સમાન વિષયોના કટુક ફળને મેં ભોગવ્યાં. ૧. જાણીએ.