________________
૨૯૬
નિત્યનિયમાદિ પાઠ હે જિન વીતરાગ ! આલોચના કરતાં જે બીજા ઘણા દોષ લાગ્યા હોય તે સર્વ મારા દોષ આપની કૃપાથી નાશ પામી જાઓ. વારંવાર આ પ્રકારે મોહ, મદ, દ્વેષ, કુટિલતા (માયા), ઈર્ષા આદિથી જે જે મેં દોષ કર્યા હોય તે સર્વ દોષને ભયભીત એવો હું નિદું છું. મારા તે સર્વ દોષ મિથ્યા થાઓ.
૩. સામાયિક કર્મ સબ જીવનમેં મેરે સમતાભાવ જગ્યા હૈ, સબજિયમો સમ સમતા રાખો ભાવ લગ્યો હૈ. આર્ત રૌદ્ર કય ધ્યાન છાંડ કરિટું સામાયિક સંયમ મો કબ શુદ્ધ હોય યહ ભાવ બઘાયિ'. ૧૧
સર્વ જીવો પ્રત્યે મને સમભાવ ઉત્પન્ન થયો છે. સર્વ જીવો મારા જેવી સમતા ઘારણ કરો એવી મારી ઇચ્છા ' ,
આર્તધ્યાન :- દુઃખિત કે ક્લેશયુક્ત ભાવાની એકાગ્રતા તે આર્તધ્યાન પ્રાયે તિર્યંચગતિનું કારણ થાય છે માટે તે ત્યાજ્ય છે. તેના ચાર ભેદ છે –
(૧) ઇષ્ટ વિયોગજ આર્તધ્યાન – પ્રિય પુત્ર, મિત્ર, કલત્ર, આદિના વિયોગથી થતા દુઃખમય ભાવોની એકાગ્રતા.
(૨) અનિષ્ટ સંયોગજ આર્તધ્યાન :- અપ્રિય દુર્ગુણી પુત્ર, કલત્ર, શત્રુ આદિના સંયોગમાં એ સંબંઘ ક્યારે છૂટે એવી
ચિંતા.
(૩) પીડા વા વ્યાધિપ્રતિકાર ચિંતવન આર્તધ્યાન – શરીરમાં રોગ થાય ત્યારે પીડાથી ક્લેશિત ભાવો થવા, રોગ ક્યારે મટે તેને માટે ઉપાયોમાં ચિંતિત પરિણામ રહ્યા કરે છે.