________________
૨૯૮
નિત્યનિયમાદિ પાઠ પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પાંચ સ્થાવર એકેન્દ્રિય જીવો, તથા બે, ત્રણ, ચાર, અને પાંચ ઇન્દ્રિયવાળા સંજ્ઞી, અસંજ્ઞી એ સર્વ જીવોને હું માનું છું, સૌની ક્ષમા યાચું છું. સૌ મને ક્ષમા કરશો.
ઇસ અવસરમેં મેરે સબ સમ કંચન અરુ તૃણ, મહલ મસાન સમાન શત્રુ અરુમિત્રહ સમ ગણ; જન્મન મરન સમાન જાન હમ સમતા કીની, સમાયિકકા કાલ જિલૈ યહ ભાવ નવીની. ૧૩
આ સામાયિકના અવસરમાં મારે તૃણ કે કંચન, મહેલ કે સ્મશાન, શત્રુ કે મિત્ર, જન્મ કે મરણ સર્વ સમાન છે. જેટલો કાળ સામાયિકમાં રહું તેટલો વખત આ જ સર્વોત્કૃષ્ટ સમભાવ મને રહો, બીજો ભાવ ન રહો.
મેરો હૈ ઇક આતમ તામેં મમત જુ કીનો, ઔર સબૈ મમ ભિન્ન જાનિ સમતારસ ભીનો; માત પિતા સુત બંધુ મિત્રતિય આદિ સબૈ યહ, મોર્ને ન્યારે જાનિ યથારથ રૂપ કર્યો ગહ. ૧૪
મારો એક આત્મા છે. તે મારા આત્મસ્વરૂપમાં હવે હું મારાપણું કરું છું. મારા આત્મસ્વરૂપથી બીજું બધું પર છે, જુદું છે, મારું નથી, એમ જાણી હું સર્વ પર દ્રવ્ય, પર ભાવ પ્રત્યે રાગદ્વેષ રહિત થઈ સમભાવરૂપ શાંત રસમાં મગ્ન થાઉં છું. માતા, પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, પત્ની આદિ સર્વ મારાથી જુદાં જ છે એમ જાણી, મારું યથાર્થ આત્મસ્વરૂપ છે તેને જ હવે હું ગ્રહણ કરું છું.