________________
૩૦૬
નિત્યનિયમાદિ પાઠ સરખા છે. મારા સાક્ષાત્ આત્મસ્વરૂપ છે એમ સૌમાં આત્મા જોવાની દ્રષ્ટિ ગુરુગમે સાધ્ય થાય, ત્યાં સાચો સામાયિક (સમ) ભાવ આવે છે. સમ્યત્વ સિવાય સારો સમભાવ આવે નહીં. આ સમ્યદ્રષ્ટિનું સામાયિક જગતના સર્વ જીવો પ્રત્યે વેર, વિરોઘ, દ્વેષ ઇત્યાદિ વિષમ ભાવ મટાડી, મૈત્રીભાવ વઘારી, પોતાનાં શુદ્ધ આત્મભાવની વૃદ્ધિ કરી પ્રાન્ત પૂર્ણ વિતરાગ ભાવને પ્રગટાવે છે.
શ્રાવક એટલે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે જેણે એવો (અણુવ્રત) ગૃહસ્થવ્રતને પાળનાર ગૃહસ્થસાઘક, આ સામાયિકથી આત્મભાવની વિશુદ્ધતા વઘારી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. આ સામાયિક આવશ્યક કરનાર નિશ્ચયે પોતાનાં દુઃખનો નાશ કરી આત્મિક સુખને પામે છે.
જે ભવિ આતમકાજકરણ ઉદ્યમકે ઘારી, તે સબ કા વિહાય કરો સામાયિક સારી; રાગ દોષ મદ મોહ ક્રોઘ લોભાદિક જે સબ, બુઘ “મહાચંદ્ર વિલાય જાય તાતેં કીયો અબ.૩૦
જે ભવ્ય જીવો પોતાના આત્માની સિદ્ધિરૂપ નિજકાર્ય કરવામાં પ્રયત્નવાન હોય તેમણે બીજાં સર્વ કામકાજ છોડીને આ સામાયિક સંપૂર્ણ રીતે શુદ્ધ ભાવના લક્ષે સારા ભાવપૂર્વક કરવી. પંડિત મહાચંદ્ર (આ સામાયિકપાઠના ર્તા) કહે છે કે આ સામાયિકથી રાગ, દ્વેષ, મદ, મોહ, ક્રોધ, લોભ ઇત્યાદિ સર્વ દોષ વિલય (નાશ) થઈ જાય છે. માટે સર્વ આત્માર્થીઓએ આ આવશ્યક અવશ્ય આદરપૂર્વક કરવું.