________________
૨૯૪
નિત્યનિયમાદિ પાઠ તે સર્વ મારાં પાપ હે જગતપતિ, આપની કૃપાથી મિથ્યા થાઓ. આપના પ્રસાદ (કૃપા)થી સર્વ સુખ મને પ્રાપ્ત થાય અને દુઃખના ભાર દૂર થાય.
મેં પાપી નિર્લજ્જ દયાકરિ હીન મહાશઠ, કિયે પાપ અતિ ઘોર પાપમતિ હોય ચિત્ત દુઠ; નિદ્ હૂં મેં બારબાર નિજ જિયકો ગરહું, સબવિધિ ઘર્મ ઉપાય પાય ફિરિ પાપહિ કરહું. ૭
હું પાપી, નિર્લજ, નિર્દય, મહાશઠ (અજ્ઞાની) છું. દુષ્ટ ચિત્તથી પાપમય મતિવાળા મેં અતિ ઘોર પાપ કર્યા છે. તે સર્વ મારાં પાપની હું નિંદા કરું છું. મારા પાપી જીવની વારંવાર ગર્તા (સદ્ગુરુની સાક્ષીએ નિંદા) કરું છું. સર્વ પ્રકારે ઘર્મના ઉપાયો પામીને પણ હું ફરી પાપને જ કરું છું. તેથી મને ધિક્કાર છે.
દુર્લભ હૈ નરજન્મ તથા શ્રાવક કુલ ભારી, સત્સંગતિ સંયોગ ઘર્મ જિન શ્રદ્ધા ઘારી; જિન વચનામૃત ઘાર સમાવર્તી જિનવાની, તો હું જીવ સંહારે ધિક્ ધિક્ ધિક્ હમ જાની. ૮
સર્વ દેહમાં મનુષ્યદેહ સર્વોત્તમ છે. કારણકે સર્વ દોષની નિવૃત્તિ કરી મોક્ષની પ્રાપ્તિ કરવી તે એક મનુષ્યદેહથી જ થઈ શકે છે. તે મનુષ્યદેહની પ્રાપ્તિ ઘણા પુણ્યોદયે થાય છે. તેથી મનુષ્યભવ મળવો ઘણો દુર્લભ કહ્યો છે. તેવો દુર્લભ મનુષ્યદેહ મળ્યા છતાંય સદ્ધર્મ રહિત કુળમાં જન્મ થયો હોય તો તે કુળના મિથ્યા ઘર્મસંસ્કાર મૂકીને સદ્ધર્મને ગ્રહણ કરતાં ઘણી મુશ્કેલી પડે છે. માટે સદ્ધર્મયુક્ત કુળમાં જન્મ એ બીજું મોક્ષપ્રાપ્તિ માટે
૧. ભણી ચૂક્યો.