________________
સામાયિક પાઠ
૨૯૩
નાયક સ્વામી છો તેથી હું આપને આ અરજ કરું છું તે આપ કૃપા કરીને સુણો, સ્વીકારો અને મને તે દુઃખદાયક દોષોથી મુક્ત કરો.
અંજન આદિક ચોર મહા ઘનઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય; મેરે જે અબ દોષ ભયે તે ક્ષમહુ દયાનિધિ, યહ પડિકોંણો કિયો આદિ ષટ્ કર્મમાંહિ વિધિ. ૫ અંજન ચોર આદિ ઘણા ઘણા ઘોર પાપના કરનારાઓના સૌ અપરાધ આપે ક્ષમા કરીને તેમને દોષ રહિત નિર્દોષ કર્યા છે. તો હાલ મારા જે જે દોષ થયા હોય તે સર્વે હે દયાનિધિ, આપ ક્ષમા કરો.
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદના અને કાયોત્સર્ગરૂપ છ (ષટ્) કર્મ આવશ્યક નિત્ય અવશ્ય કરવા યોગ્ય કર્મમાંથી આ પહેલું પ્રતિક્રમણ અહીં કર્યું.
✩
૨. પ્રત્યાખ્યાન કર્મ
જો પ્રમાદવશ હોય વિરાધે જીવ ઘનેરે, તિનકો જો અપરાધ ભયો મેરે અઘ ઢેરે; સો સબ જૂઠો હોહુ જગતપતિકે પરસાદે, જા પ્રસાદð મિલે સર્વ સુખ, દુ:ખ ન લાવૈ. ૬ કષાય, ઇન્દ્રિય, વિકથા, સ્નેહ અને નિદ્રા એમ પ્રમાદ પાંચ પ્રકારે છે. અથવા ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે.'' એ પ્રમાદને વશ થઈ મેં જે ઘણા જીવોને વિરાધ્યા અને તેથી પાપના જે સમૂહ મેં ઉપાર્જ્ય