________________
નિત્યનિયમાદિ પાઠ
કુગુરુનકી સેવ જુ કીની, કેવલ અદયાકર ભીની; યા વિધિ મિથ્યાત બઢાયો, ચહું ગતિમધિ દોષ ઉપાયો. ૭
૨૮૨
મારો આત્મા અનાદિ કાળથી જન્મ મરણાદિ દુ:ખમય સંસારમાં ડૂબી રહ્યો છે. તેનો ઉદ્ધાર કરનાર કોઈ સાચા આત્મજ્ઞાની સદ્ગુરુની મેં કદી સેવા કરી નહીં, પણ મારા આત્માની કે પરાત્માની જરા પણ દયા ચિંતવ્યા વગર મેં ફુગુરુ (અજ્ઞાની ગુરુ)ની વારંવાર સેવા કરી. પરંતુ તેથી તો મારો મિથ્યાત્વ (અજ્ઞાન) રોગ ઊલટો વધતો ગયો અને તેથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં બહુ બહુ ભમ્યો અને ત્યાં અનંતાનંત દોષ, પાપ કર્યાં.
૩
હિંસા પુનિ જૂઠ જુ ચોરી, પરવનિતા સોં દૃગ જોરી, આરંભ પરિગ્રહ ભીનો, જૅપન પાપ જુ યા વિધિ કીનો. ૮
આ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, (પરસ્ત્રીને નીરખવા નયનને જોડ્યાં ઇત્યાદિરૂપ) અબ્રહ્મચર્ય, અને આરંભ પરિગ્રહમાં અત્યંત આસક્તિ એ પાંચ પાપ કર્યાં.
સપરસ રસના ઘ્રાનનકો, ચખ કાન વિષય સેવનકો; બહુ કરમ કિયે મન માને, કછુ ન્યાય અન્યાય ન જાને. ૯
સ્પર્શન, રસના (જિહ્વા), ઘ્રાણ (નાસિકા), ચક્ષુ, અને કાન એ પાંચઇન્દ્રિયોના વિષયોને મધુર માની મેં સેવ્યા, તેમ કરતાં મનમાન્યાં એટલે અત્યંત અનંત કર્મો મેં બાંધ્યાં ને ન્યાય કે અન્યાય, ખરું કે ખોટું કંઈ મેં જાણ્યું નહીં, કશાયની મેં પરવા કરી નહીં.
ફલ પંચ ઉદુંબર ખાયે, મધુ માંસ મદ્ય ચિત્ત ચાહે; નહિ અષ્ટ મૂલ ગુણ ઘારી, વિસન જુ સેયે દુઃખકારી.૧૦ ૧. પુનિ=પુનઃ ૨. હૃગનેત્ર; દૃષ્ટિ. ૩. જોરી=જોડી. ૪. પન=પાંચ