________________
આલોચના પાઠ
૨૮૧ હિંસાદિ કાર્યો કરવાં તે આરંભ; એમ સમરંભ, સમારંભ, અને આરંભ એ ત્રણ મન, વચન, અને કાયા એ ત્રણ વડે પોતે કરવાં, બીજા પાસે કરાવવાં, કે અન્ય કરનારને ભલું માનીને અનુમોદવા એમ (૩×૩×૩=૨૭) સત્તાવીશ પ્રકારે, પ્રત્યેક ક્રોઘ, માન, માયા અને લોભ એમ ચારને વશ થઈને કરતાં (૨૭૪) ૧૦૮ પ્રકારે, બીજા જીવોને હણવાથી મેં પાપ કર્યા છે. હે કેવળજ્ઞાની ભગવાન ! આપ તો સર્વજ્ઞ હોવાથી તે સર્વ જાણી રહ્યા છો તો હું આપની પાસે મારી કથા ક્યાં સુધી કહું? અર્થાત્ વગર કહ્યું પણ આપ સર્વ જાણો જ છો. વિપરીત એકાંત વિનયકે, સંશય અજ્ઞાન કુન કે; વશ હોય ઘોર અઘ કીને, વચૌં નહિ જાત કહીને. ૬
(૧) જીવાદિ તત્ત્વોનું કે પદાર્થોનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવું તે વિપરીત મિથ્યાત્વ, (૨) અનેકાંત સ્વરૂપ વસ્તુને એકાંતરૂપે, એક ઘર્માત્મકરૂપે માનવી તે એકાંત મિથ્યાત્વ, (૩) સત્ દેવાદિ કે અસત્ દેવાદિનો, સન્શાસ્ત્ર કે કુશાસ્ત્ર ઇત્યાદિનો સર્વનો એકસરખો વિનય કરવો, તે વિનય મિથ્યાત્વ; (૪) જીવાદિ પદાર્થોનું સ્વરૂપ આ હશે કે આ નહીં ? એમ સંદેહ સહિત માન્યતા તે સંશય મિથ્યાત્વ, (૫) જીવાદિ પદાર્થના સ્વરૂપની ઓળખાણ નહીં, પોતાના હિતાહિતનું ભાન નહીં, જ્ઞાન નહીં તેથી અજ્ઞાનમાં જ હિતબુદ્ધિ તે અજ્ઞાન મિથ્યાત્વ, અથવા અજ્ઞાનદશા જ સુખરૂપ છે એમ માને તે અજ્ઞાન મિથ્યાત્વ, એમ પાંચ પ્રકારના મિથ્યાત્વ(મિથ્યા, જૂઠી, ખોટી માન્યતા)ને વશ થઈને મેં ઘોર પાપ કર્યા છે, જે વચનથી કહી શકાય તેમ પણ નથી.