________________
૨૮૮
નિત્યનિયમાદિ પાઠ - ઇત્યાદિ પાર વિનાનાં પાપ મેં કર્યા. હે પ્રભુ! એ પાપની પરંપરા દીર્ઘ કાળ માટે એવી ઉપાર્જન કરી કે જે વાણીથી કહી જાય તેમ નથી.
તાકો જુ ઉદય જબ આયો, નાનાવિઘ મોહિ સતાયો, ફલ ભુંજત જિય દુઃખ પાવૈ, વચૌં કૈસે કરિ ગાવે.૨૮
તે પાપ જ્યારે ઉદયમાં આવ્યાં ત્યારે તેણે અનેક પ્રકારે મને દુઃખી કર્યો. તે પાપનાં ફળ ભોગવતાં હું જે દુઃખ પામી રહ્યો છું તે વચનથી કેમ કરીને કહેવાય ? તુમ જાનત કેવલજ્ઞાની, દુઃખ દૂર કરો શિવથાની; હમ તો તુમ શરન લહી હૈ, જિન તારન બિરુદ સહી હૈ.૨૯
આપ કેવલજ્ઞાની છો એટલે સર્વ જાણો છો; માટે હે શિવથાની (મુક્તિમંદિરમાં વસનારા) પ્રભુ ! મારાં દુઃખ દૂર કરો. હવે તો તમારું શરણ આશ્રય ગ્રહણ કરું છું. હે જિન ! તમે ખરા તારકનું બિરુદ (પદવી, પદ) ઘારણ કર્યું છે. માટે આપના આશ્રયથી જ અવશ્ય હું સંસાર તરી જઈશ.
જો ગાંવપતિ ઇક હોવૈ, સો ભી દુઃખિયા દુઃખ ખોવૈ; તુમ તીન ભુવનકે સ્વામી, દુઃખ મેટો અંતરજામી.૩૦
જો એક ગામનો રાજા હોય છે તે પણ દુખિયાનું દુઃખ મટાડે છે તો પછી આપ તો ત્રણ લોકના સ્વામી છો. માટે હે અંતરજામી, સર્વજ્ઞ પ્રભુ, મારાં જન્મમરણાદિ દુઃખ આપ મટાડો. દ્રોપદીકો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અંજનસે કિયે અકામી, દુઃખ મેટો અંતરજામી.૭૧