________________
૨૫૦
નિત્યનિયમાદિ પાઠ દેહગમ્ય નથી, ઇન્દ્રિયગમ્ય નથી, મનોરમ્ય નથી, બુદ્ધિગમ્ય નથી, દ્રષ્ટાંતગ્રાહ્ય પણ નથી; માત્ર મહાભાગ્ય અતિ વિરલ એવા કોઈ શુદ્ધ સમષ્ટિવંતના વચનાતીત પ્રત્યક્ષ અનુભવ અંશમાં આવે છે.
એવા એ અદ્ભુત પરમયોગીન્દ્ર પરમજ્ઞાની પરમપુરુષના સજીવન પ્રત્યક્ષ જોગને અને તેના સજીવન સબોઘને ધન્ય હો ! ઘન્ય હો ! તેને જ પુનઃ પુનઃ વંદન હો ! અર્થાત્ દુર્લભ દુર્લભ એવા એ દ્વિઘા યોગમાં હું અને મારારૂપ સર્વ સમર્પણ હો!
અનંત સુખસ્વરૂપના ઇચ્છક સાચા મુમુક્ષુને, આ દશા તેનો અંતિમ આદર્શ હોવાથી, તે સર્વોત્કૃષ્ટ યથાર્થ આત્મદશાને પામેલ એવા જીવન્મુક્ત, આત્મારામ પરિણામી, એક માત્ર વિતરાગ જ્ઞાની પુરુષ જ મોક્ષાર્થે વંદન યોગ્ય છે, વિશ્વસનીય છે, કીર્તન યોગ્ય છે, નમન યોગ્ય છે, અનુસરણ યોગ્ય છે તેથી તે પુષ્ટ નિમિત્તને વંદન કરે છે અર્થાત્ પ્રમાણભૂતઆધારભૂત-અવલંબન યોગ્ય એવા એ સદ્ગુરુનો આશ્રય લઈ, તેનો નિશ્ચય માન્ય કરે છે, મન વચન કાય યોગોના એકીકરણે તેને અનુસરે છે; તે યોગોને તેના બોઘમાં, તેની આજ્ઞામાં પ્રવર્તાવે છે, તેના વિયોગમાં આજ્ઞાસ્વરૂપ તેના સદ્ગોઘને આરાધે છે; અને તેવા પ્રત્યક્ષ જોગની અંતરમાં પ્રેમપૂર્વક ભાવના રાખી ભાવવંદન કરે છે, જેથી જીવ પોતાના નિશ્ચય સુખસ્વરૂપને ઉત્તરોત્તર નિર્મળ કરી પ્રગટ કરે છે–સ્વયં સ્કુરાયમાન થઈ આવે છે, પ્રગટ કરી બીજાંકુર વૃક્ષ ન્યાયે સદા સર્વથા સ્વસ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે.