________________
૨૬૪
નિત્યનિયમાદિ પાઠ છે, એવી ચિંતવના તે બોધિદુર્લભ ભાવના. ૧૨. ઘર્મદુર્લભ ભાવના :- આ જીવે આત્મિક તત્ત્વરૂપ પરમ ઘર્મમાં કદી રમણતા કરી નથી એવી ચિંતવના તે ઘર્મદુર્લભ ભાવના.
યે પ્રભુ બારહ પાવન ભાવન ભાઈયા, "લૌકાંતિક વર દેવ નિયોગી આઈયા; કુસુમાંજલિ દે ચરન-કમલ સિર નાઈયો,
સ્વયંબુદ્ધ પ્રભુ યુતિ કરી, તિન સમુઝાઈયો; સમુઝાય પ્રભુકો ગયે નિજપદ, પુનિ મહોચ્છવ હરિ કિયો,
રુચિરુચિરચિત્રવિચિત્રસિબિકા, કરસુનંદન બનલિયો; તહેં પંચ મૂઠી લોચ કીનો, પ્રથમ સિદ્ધની નુતિ કરી, મંડિય મહાવ્રત પંચ દુધર, સકલ પરિગ્રહ પરિહરી.૧૩
આ પ્રકારે જ્યારે ભગવાને પવિત્ર બાર ભાવનાઓનું ચિંતવન કર્યું ત્યારે પાંચમા સ્વર્ગના ઉત્તમ લોકાંતિક દેવો વૈરાગ્યની પુષ્ટિ માટે આવ્યા અને ભગવાનનાં ચરણકમળમાં પુષ્પાંજલિ મૂકીને તેમણે પોતાનું મસ્તક નમાવ્યું. જો કે ભગવાન પોતે સ્વયંબુદ્ધ એટલે જ્ઞાની હતા તો પણ અનાદિકાળના નિયમ પ્રમાણે તે દેવોએ ભગવાનની સ્તુતિ કરીને વૈરાગ્યનું અનુમોદન કર્યું. ત્યાર પછી તે લોકાંતિક દેવો તો સમજાવીને પોતાના સ્થાને ચાલ્યા ગયા, અને ઇંદ્ર તપ કલ્યાણકનો મહાન ભારી મહોત્સવ કર્યો. અતિ ચિત્ર વિચિત્ર મનોહર પાલખી બનાવીને ભગવાનને તેમાં બિરાજમાન કરીને તે મનોહર વનમાં લઈ ગયા. ત્યાં ભગવાને પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરીને પાંચ મુષ્ઠિઓ વડે ૧. પાંચમા સ્વર્ગના આજન્મ બ્રહ્મચારી દેવો કે જે એક ભવાવતારી હોય છે. ૨. પોતાની રુચિને પ્રિય. ૩. અતિ આનંદદાયક વન.