________________
૨૭૫
જિનેન્દ્ર પંચકલ્યાણક અસ્તિત્વ નહીં હોવાથી તેનાથી આગળ ગમન થઈ શકતું નથી, કારણકે જીવ અને પુદ્ગલને ગમન કરવામાં સહકારી કારણ ઘર્મ દ્રવ્ય છે અને લોકથી આગળ એ ઘર્મ દ્રવ્ય છે નહીં. મીણના પૂતળા ઉપર માટીનો લેપ કરી તેને અગ્નિમાં પકાવે છે ત્યારે મીણ બળી જતાં અંદર રહેલા પોલાણરૂપ આકાશ જેવો સિદ્ધઅવગાહનાનો આકાર હોય છે.
ભગવાનનું જે શરીર હતું તેનાથી કંઈક ન્યૂન તેમના સિદ્ધ સ્વરૂપની અવગાહના થઈ. તેમનો એ (પૂર્વ શરીરથી કંઈક ન્યૂન) વ્યંજન પર્યાય નિત્ય અવિચલ છે અર્થાત્ દ્રવ્ય દ્રષ્ટિથી તે હંમેશા એવો જ રહેશે પરંતુ અર્થપર્યાય પ્રતિક્ષણે પલટાતા રહે છે અર્થાત્ બદલાય છે.
તે સિદ્ધ ભગવાન નિશ્ચયનયથી અનંત ગુણ સ્વરૂપ છે અને વ્યવહારનયથી સમ્યકત્વ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ, અનંત વીર્ય અને અવ્યાબાધત્વ એ આઠ ગુણરૂપ છે. રાગ દ્વેષ આદિક પર નિમિત્તથી જે અર્થ પર્યાય થાય છે તેને વિભાવ અર્થ પર્યાય કહે છે. તે વિભાવ પર્યાયથી રહિત નિજ સ્વરૂપ શુદ્ધ પરિણતિમાં પરિણમ્યા છે. તે
૧. પ્રદેશત્વ ગુણ સિવાય અન્ય સર્વ ગુણોના વિકારને ગુણ પર્યાય અથવા અર્થ પર્યાય કહે છે. પ્રદેશત્વ ગુણના વિકારોને વ્યંજન વા દ્રવ્ય પર્યાય કહે છે.
૨. જે શક્તિના નિમિત્તથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ એક દ્રવ્ય બીજા સ્વરૂપે ન પરિણમે તથા એક ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક એક દ્રવ્યના અનેક યા અનંત ગુણ છૂટા પડી જઈ જુદા જુદા ન થઈ જાય તેને અગુરુલઘુ ગુણ કહે છે.