________________
જિનેન્દ્ર પંચકલ્યાણક
૨૭૭
સ્થાપન કરીને અગ્નિથી વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો. તે અગ્નિ સામાન્ય અગ્નિ નહોતી. પરંતુ અગ્નિકુમાર દેવોએ જ્યારે ભગવાનના (શરીરના) ચરણોમાં પડીને મસ્તક નમાવ્યું, ત્યારે તેમના મુકુટ ઘસાવાથી તે અગ્નિ ઉત્પન્ન થઈ હતી. આ મોક્ષ કલ્યાણકના મહિમાને સાંભળીને સૌ કોઈ સુખ પામે છે. કવિ રૂપચંદજી કહે છે કે આખું જગત ભગવાનના મંગલગાન કરે છે.
કવિની લઘુતા અને આશીર્વાદ :
મેં મતિહીન ભગતિવસ, ભાવન ભાઈયા, મંગલ ગીત પ્રબંધ સુ, જિન ગુણ ગાઈયા; જો નર સુનહિ બખાનહિં, સુર ઘરિ ગાવહી,
મનવાંછિત ફલ સો નર, નિહચૈ પાવહીં. પાવહીં આઠોં સિદ્ધિ નવનિધિ મન પ્રતીત જુલાનહીં, ભ્રમભાવ છૂટૈ સકલ મનકે, નિજ સ્વરૂપ સો જાનહીં, પુનિ હરહિ પાતક ટરહિં વિઘન, સુ હોહિં મંગલ નિત નયે; ભણિ રૂપચંદ ત્રિલોકપતિ જિન-દેવ ચઉ સંઘહિ જ.૨૫ - કવિ કહે છે કે હું મતિહીન છું, વિશેષ પ્રજ્ઞાવંત નથી, કે જેથી ભગવાનનાં કલ્યાણકનો યથાર્થ મહિમા ગાઈ શકું. પરંતુ મેં તો કેવલ ભક્તિવશ થઈને તથા શુભ ભાવના ભાવીને આ મંગલગીત' નામના પ્રબંઘની રચના કરી છે. અને એ દ્વારા ભગવાનના ગુણ ગાયા છે. જે નરનારી આ મંગલગીતને સાંભળે છે, વ્યાખ્યાન કરે છે, સારા સ્વર સહિત ગાય છે, તે
૧.પાઠાંતર–લાવહી. ૨. પાઠાંતર-જિન સ્વરૂપ લખાવહી.