________________
૨૭૪
નિત્યનિયમાદિ પાઠ
ચોથા શુક્લધ્યાનના પ્રભાવથી છેલ્લા બે સમયમાં બાકી રહેલી ૭૨ અને ૧૩ અર્થાત્ ૮૫ કર્મ પ્રકૃતિઓનો નાશ કરી દીધો. આ પ્રકારે ભગવાન આઠેય કર્મનો નાશ કરીને એક સમયમાં મોક્ષે જઈ પહોંચ્યા.
લોકસિખર તનુવાત,-વલયમાઁ 'સંઠિયો, ઘર્મ દ્રવ્ય વિન ગમન ન, જિહિ આર્ગે કિયો; મયન રહિત મૂષોદર, કેંઅંબર જારિસો, કિમપિ હીન નિજ તનુđ, ભયો પ્રભુ તારિસો. તારિસો પર્જય` નિત્ય અવિચલ, અર્થ-પરિજય છનછયી, નિશ્ચયનયેન અનંત ગુણ, વિવહારનય॰ વસુ ગુણમયી; વસ્તુ સ્વભાવ વિભાવ વિરહિત, શુદ્ધ પરિણતિ પરિણયો; ચિદ્રુપ પરમાનંદમંદિર, સિદ્ઘ પરમાતમ ભયો.૨૩ એ ભગવાન લોકશિખર ઉપર (લોકને અંતે) તનુવાત વલયમાં જઈને સ્થિત થઈ ગયા. તેનાથી આગળ ધર્મદ્રવ્યનું
૧. સંસ્થિત થયા, વિરાજમાન થયા. ૨. મીણ ૩. મૂષ–ધાતુ ગાળવાની કુલડી, બીબું. મૂષોદરીબાની અંદરનો ભાગ ૪. અંબર= આકાશ, પોલાણ. ૫. અવસ્થા, વ્યંજન. ૬. ક્ષણક્ષયી ગુણ પર્યાય. ૭. વસ્તુના અંશને જણાવનાર જ્ઞાનને નય કહેવાય છે. ૮. ચૈતન્યરૂપ.
૯. વાતવલય :– એક પ્રકારનો પવનપુંજ કે જે સમસ્ત લોકને ઘેરીને રહ્યો છે, તથા જેના આધારથી લોક આકાશમાં સ્થિત છે. સર્વ લોક પહેલાં ઘનોદધિ વાતવલયથી વીંટાયેલો છે. આ વાતવલયમાં પાણીમિશ્રિત હવા છે. આ વાતવલયને બીજા ઘનવાતવલયે ઘેરી રાખ્યો છે. એમાં સઘન વાયુ છે અને તેને ત્રીજા તનુવાતવલયે ઘેરી રાખ્યો છે, કે જે હલકા વાયુનો પુંજ છે.