________________
૨૬૯
જિનેન્દ્ર પંચકલ્યાણક એ બાર સભાઓની બરોબર વચમાં ત્રણ ચોફેર ફરતા પગથિયાંવાળા મણિમય વ્યાસપીઠ (વેદિકા) ઉપર ગંધકુટી હતી.
તે ગંધકુટી ઉપર (૧) સિંહાસન, સિંહાસન ઉપર સુંદર કમલ અને તે કમલ ઉપર અદ્ધર ભગવાનનું શરીર શોભી રહ્યું હતું. (૨) ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભી રહ્યાં હતાં અને એવા ભગવાનને જોઈને ત્રણ જગતના જીવ મોહિત થતા હતા. (૩) ભગવાનના મસ્તક ઉપર યક્ષ જાતિના દેવ ચોસઠ ચમર ઢોળી રહ્યા હતા. (૪) ભગવાનની પાછળ અશોકવૃક્ષ આવી રહ્યું હતું કે જેની નીચે ભગવાનની ગંદકુટી હતી. (૫) ભગવાનની દિવ્ય ધ્વનિ ખરતી હતી. (૬) દેવ દુંદુભિના નાદ તેના પ્રતિધ્વનિ (પડઘા) સહિત થઈ રહ્યા હતા. (૭) દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હતા. (૮) કરોડો સૂર્યની પ્રભા (કાંતિ, તેજ) સમાન કાંતિમાન ભામંડલ ભગવાનના મુખથી આસપાસ શોભી રહ્યું હતું. આ પ્રકારના ઉપમા રહિત આઠ પ્રાતિહાર્યોની શ્રેષ્ઠ સંપત્તિ સહિત ભગવાન વિરાજતા હતા.
દુઇમેં જોજન માન, સુભિચ્છ ચહું દિસી, ગગનગમન અરુ પ્રાણી-વઘ નહીં અહનિસી; નિરુપસર્ગ નિરહાર, સદા જગદીસ એ,
આનન ચાર ચહું દિસિ સોભિત દીસએ. દીસય અસેસ વિસેસ વિદ્યા, વિભવ વર ઈસુર૫નો, છાયાવિવર્જિત શુદ્ધ ફટિક સમાન તન પ્રભુકો બનો; નહિ નયન પલક પતન કદાચિત કેસનખ સમ છાજહીં, યે ઘાતિયા છય જનિત અતિશય, દસ વિચિત્ર વિરાજહીં.૧૮
૧. સુભિક્ષત્રસુકાળ ૨. રાતદિન, ૩. મુખ.