________________
જિનેન્દ્ર પંચકલ્યાણક
૨૬૩ ત્યાર પછી કોઈ સમયે ભગવાન સંસાર, શરીર અને ભોગથી વિરક્ત (વૈરાગ્યયુક્ત) થઈ (બાર ભાવનાનો) વિચાર કરવા લાગ્યા કે, ૧. અનિત્ય ભાવના :– ઘન, યૌવન, પ્રિય પુત્ર, અને પત્ની એ સૌ અનિત્ય નાશવંત છે. ૨. અશરણ ભાવના - સંસારમાં મરણ આદિ દુઃખના પ્રસંગોમાં જીવને કોઈ શરણ રાખનાર નથી. ૩. સંસાર ભાવના - સંસારની નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ચારેય ગતિમાં દુઃખ, દુઃખ અને દુઃખ જ ભર્યું છે. ૪. એકત્વ ભાવના – કર્મને આધીન પોતાનાં કરેલાં કર્મનું ફળ સુખ કે દુઃખ આ જીવ એકલો જ ભોગવે છે. પ. અન્યત્વભાવના – કર્મને આધીન, ચૈતન્યમય મારો આત્મા જડમય શરીરથી અન્ય જુદો છે. ૬. અશુચિ ભાવના – આ શરીર મલ મૂત્ર લોહી પરુ આદિ અશુચિ પદાર્થોથી ભરેલું મહા અપવિત્ર છે. ૭. આસ્રવ ભાવના – પર અર્થાત્ પુદ્ગલાદિ પર પદાર્થો ઉપર રાગદ્વેષ આદિ કરવાથી કર્મોનું આવવું (તે આસ્રવ) થાય છે. ૮. સંવર ભાવના – પર પદાર્થો ઉપરના રાગદ્વેષ ત્યાગવાથી સંવર થાય છે. ૯. નિર્જરા ભાવના - તપના બળથી કર્મોનું અંશે ખરી જવું થાય તે નિર્જરા છે. ૧૦. લોક ભાવના :– સમ્યક્ત્વ (આત્મજ્ઞાન) વિના આ જીવ ત્રણ લોકમાં ભ્રમણ કરી રહ્યો છે તે લોકભાવના. ૧૧. બોધિદુર્લભ ભાવના :ગ્રહણ કરવા યોગ્ય (ઉપાદેય), જાણવા યોગ્ય (જ્ઞય), અને ત્યાગવા યોગ્ય (હય) એ સર્વને યથાર્થ જાણી ગ્રહણ કરવા યોગ્ય એક નિજ શુદ્ધ આત્મસ્વરૂપને ગ્રહણ કરે અને પરભાવ, પર દ્રવ્યરૂપ સકલ કર્મ મળને તજવા યોગ્ય જાણી તજી દે તે અત્યંત દુર્લભ વિવેકજ્ઞાન. તે વિવેકજ્ઞાન વિના રત્નત્રયની પ્રાપ્તિ દુર્લભ