________________
જિનેન્દ્ર પંચકલ્યાણક
૨૫૯ બીજા દેવલોકના સ્વામી ઈશાન છે તે પ્રભુના ઉપર ચંદ્રની કાંતિ જેવું શ્વેત છત્ર ઘરી દીધું.
સનતકુમાર મહેન્દ્ર ચમર દુઈ તારહીં, સેસ શક્ર જયકાર, સબદ ઉચ્ચારહીં; ઉચ્છવસહિત ચતુરવિઘ, સુર હરખિત ભયે,
જોજન સહસ નિન્યાનચૈ, ગગન ઉલૈંઘિ ગયે. લૈંઘિ ગયે “સુરગિરિ જહાં પાંડુવન વિચિત્ર વિરાજહીં, પાંડુક શિલા તહેં અર્ધચંદ્રસમાન મણિ છવિ છાજહીં; જોજન પચાસ વિસાલ દુગુણાયામ વસુ ઊંચી ગની, વર અષ્ટ મંગલ કનક કલસની, સિંહપીઠ સુહાવની. ૮
તે સમયે ત્રીજા સ્વર્ગના ઇન્દ્ર સનકુમાર તથા ચોથા સ્વર્ગના ઇન્દ્ર મહેન્દ્ર એ બે ઇન્દ્રો પ્રભુના ઉપર ચામર ઢાળતા હતા તથા બાકીના ઇન્દ્ર “જય જય” શબ્દ કરતા સાથે ચાલતા હતા. ચારે પ્રકારના (ભવનવાસી, વ્યત્તર, જ્યોતિષી ને કલ્પવાસી) દેવોમાં (ઓચ્છવ) ઉત્સવપૂર્વક અત્યંત આનંદ પ્રસરી રહ્યો હતો. આ સર્વ દેવોના સમૂહ આકાશમાં ચાલતાં નવ્વાણું હજાર યોજન ઊંચે ચઢી ગયા, અને મેરુ પર્વત ઉપર જ્યાં પાંડુક નામે મનોહર વન છે તથા તે પાંડુકવનમાં અર્ધચંદ્ર સમાન મણિમય કાંતિને ઘારણ કરનાર પાંડુકશિલા છે ત્યાં આવ્યા. આ પાંડુકશિલા પચાસ યોજન પહોળી, સો યોજન લાંબી અને આઠ ૧. સુરગિરિ=મેરુ પર્વત. એક લાખ યોજન ઊંચો છે તેમાંથી એક હજાર યોજના જમીનની અંદર છે અને નવાણું હજાર યોજન ઊંચો જમીનની બહાર છે. તેના ઉપર પાંડુક વન છે. આ પાંડુક વનમાં પાંડુકશિલા છે, જેના ઉપર ભગવાનનો અભિષેક થાય છે. ૨. બે ગણી લાંબી.