________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૪૯ અર્થ - પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્ત છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! (૧૪૨)
ભાવાર્થ :- અહીં સ્કુરાયમાન થયેલી જીવની અચિંત્ય અનંત સહજ શુદ્ધ સ્વાભાવિક શક્તિનું અંતરલક્ષે મૌન યશોગાન કરી, તેની સિદ્ધિ અર્થે, સતસ્વરૂપ સુખાભિલાષી મુમુક્ષુ જીવ, વર્તમાન દેહે જીવન્મુક્ત દશા-છાશ ઉપર તરી આવેલા માખણના પિંડ સમાન-નાળિયેરમાં કાચલીથી છૂટા પડી ગયેલ કોપરાના ગોળા સમાન સહજસ્વરૂપ એત્વ અનુભવતા એવા અદૂભુત શિવકોટિના શિવસુખને વરેલા સહજાત્મસ્વરૂપ જિનેન્દ્ર પ્રભુને અતિ વિનમ્રભાવે નમસ્કાર કરે છે.
તે સહજસ્વરૂપ જિનેન્દ્ર પરમાત્મા ઉપરોક્ત સંક્ષેપમાં કહેલાં સ્થાનકને સગપણે અતિ વિસ્તૃતપણે સમ્યક નિર્ધારી, અવગાહી, આરાઘી, જીવકોટિના શરીરાદિ મિથ્યા પરભાવને છોડી, શુદ્ધસ્વરૂપ એકત્વનો અનુભવ કરી ઉત્તરોત્તર જિતેન્દ્રિય, જિતમોહી, ક્ષીણમોહી થઈ સદા સર્વથા સ્વરૂપ પ્રતિષ્ઠિત થઈ, અનંત, અતીન્દ્રિય આત્મિક આનંદમાં નિરંતર મગ્ન થઈ રહ્યા છે. જેમ કુંભારના ચાકને પૂર્વે મળેલી ગતિ કાર્ય પૂરું થયેલ હોવાથી માત્ર સર્વથા વિરામ પામવા અર્થે જ થઈ રહેલી છે તેમ બાહ્યાકાર દેહનું પ્રવર્તન જેમનું થઈ રહ્યું છે. પરંતુ અંતર આકારે તો આપ સદા આપરૂપે જ રહે છે, તે અનુપમ દેહાતીત સચ્ચિદાનંદમય સહજાત્મસ્વરૂપ (દશા)