________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૪૭
જેમ સ્વપ્રાની વાતમાં ખોટી ન થાય તેમ આ જગતમાં ક્યાંય ખોટી થવા જેવું નથી. બધે લૂંટાવાનું છે તેથી આત્માર્થાએ ક્યાંય તન્મય ન થવું. મનુષ્યભવ મળ્યો છે. સદ્ગુરુથી કૃપા છે પણ તે યોગ ક્ષણે ક્ષણે લૂંટાઈ રહ્યો છે, એક દિવસ બધું લૂંટાઈ જશે. સ્વપ્ર જેવું ક્યારે લાગે કે બીજી સાચી વસ્તુ સમજાઈ હોય તો. કોઈ ગમે તે કહે, વેદની આવે તોપણ જ્ઞાનીને ચિંતા ન થાય. તે વિચારે કે બધું નાશ થશે. દેહને એક દિવસ બાળી મૂકવાનો છે. તેથી જ્ઞાનીને સંસારી કાર્યોમાંથી ચિત્ત ઊઠી જાય. આત્માનું હિત વિચારે કે ફરી જન્મવું નથી તો શું કરવું ? જગતના ભાવો એઠ જેવા કે ઝેર જેવા લાગે. ગમે તે થયું હોય તે ભૂલી જવું. સ્વપ્રામાં કોઈ કંઈ બોલ્યું હોય તેની સાથે પછી લડવા નથી જતા. સ્વપ્ર ખોટું જાણ્યું છે તેથી તેને ભૂલી જાય છે, તેમ જગત સ્વપ્ર જેવું છે તેનું વિસ્મરણ કરવું. મનમાંથી સંસારના વિચારો ખસે તો આત્માના વિચારને અવકાશ મળે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન.’’ આત્મજ્ઞાન થયું હોય તો પછી બધું એઠું જેવું કે સ્વપ્ર જેવું લાગે.
પ્રશ્ન :– ઊંઘમાં સ્વપ્ર કેમ આવે છે ? ઉ – સ્વમાં આવે છે તે અહંભાવ મમત્વભાવ ગાઢ કરી મૂક્યો છે તેને લઈને છે. ઊંઘમાં કર્મને આધીન પરવશ છે. પરંતુ જાગ્રત અવસ્થામાં ભાવ સુધારે તો કર્મનું જોર નરમ પડે અને અનાદિના સંસ્કારો મોળા પડે. જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્રદશાનું પરિક્ષીણપણું સંભવે” (૬૨૨) “ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પવિકલ્પને ભૂલી જજો. ’’ (૩૭)
66