________________
૨૪૫
આત્મસિદ્ધિશાસ્ત્ર મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ શાની દશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯
અર્થ - મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. (૧૩૯)
ભાવાર્થ – મોહભાવ બે પ્રકારે : દર્શનમોહ ને ચારિત્રમોહ. તે જેનો ઉપશમ કે ક્ષય થયો હોય તે જ્ઞાની કહેવાય. “બંઘવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે.” (પ૧૦) મોહભાવ છે તે જ બંઘવૃત્તિઓ છે. મોહનીય કર્મના ઉદયથી થતા આત્માના ભાવો છે તે બંઘ કરનારા છે. ભ્રાંતિ પણ બે પ્રકારે છે દર્શનમોહને લઈને અને ચારિત્રમોહને લઈને. આત્માનું અજ્ઞાન છે તે દર્શનમોહથી થતી ભ્રાંતિ છે અને રાગદ્વેષથી મનમાં વિક્ષેપ થાય છે તે ચારિત્રમોહથી થતી ભ્રાંતિ છે. વિક્ષિત મન છે ત્યાં આત્માની ભ્રાંતિ છે. આત્મામાં દ્રષ્ટિ રહે તો ભ્રાંતિ ટળે. દર્શનમોહ અને ચારિત્રમોહના ઉપશમ કે ક્ષયથી આત્મામાં ઉપયોગ સ્થિર થાય છે એ જ જ્ઞાનીની દશા છે. આત્માનો ઉપયોગ નથી ત્યાં બ્રાંત દશા છે. (૧૩૯)
સકળ જગત તે એઠવતુ, અથવા સ્વપ્ર સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી લાચાજ્ઞાન. ૧૪૦ અર્થ :- સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા