________________
૨૪૬
નિત્યનિયમાદિ પાઠ સ્વપ્ર જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. (૧૪૦)
ભાવાર્થ – હવે અભ્રાંત દશામાં કેવું લાગે તે કહે છે. એઠ પડી હોય તે ખાવાનું મન થાય? શરીર તો એઠ કરતાંય ખરાબ છે. એક તો ભિખારી પણ ખાય છે. પરંતુ શરીરનાં હાડકાં ચામડાં લોહી વગેરે તો અત્યંત અશુચિ છે. તેમાં મોહથી, આસક્તિ થાય છે.
रत्तो बंधदि कम्मं मुंचदि जीवो विरागसंपण्णो । एसो जिणोवदेसो तह्मा कम्मेसु मा रज्ज ॥१५०॥
(સમયસર) રાગથી જીવ બંઘાય, વૈરાગ્યથી મુકાય, માટે કર્મના ફળમાં રાગદ્વેષ ન કરવો. રાગ કરવા યોગ્ય તો સિદ્ધ દશા છે. અથવા સત્પરુષ પર રાગ કરવો કહ્યો છે. જગત એઠવત્ લાગશે ત્યારે સંસારથી ત્રાસ છૂટશે. એઠવાડામાં ગમે તેવું જમવાનું મળે તો ન ગમે. તેમ કેવી જગ્યામાં જીવને રહેવું પડ્યું છે તે વિચારે તો સંસારમાં રહેવું ન ગમે. પરંતુ દેહ તે હું એમ થઈ ગયું છે તેથી અરુચિ થતી નથી. જ્ઞાનીએ આત્માને ભિન્ન જામ્યો છે તેથી તેને જગત એઠવાડ જેવું લાગે છે. વળી તેમને જગતના બનાવો સ્વપ્રમાં બનતા હોય તેવા લાગે છે. ગમે તેવું સારું સ્વપ્ન આવ્યું હોય પણ આખરે તો સ્વપ્ર ને? તેનું મહત્ત્વ નથી. ઘડીમાં નાશ થયું, તેવું જગતમાં બધું નાશ થતું લાગે ત્યારે ખરું જ્ઞાન કહેવાય.