________________
૨૪૪ -
નિત્યનિયમાદિ પાઠ નથી ત્યાં સુધી નિરંતર બંઘ થાય છે તેથી ઉદાસીનતા આવે કે હું નિરંતર બંઘાયા કરું છું. આ બંઘ ક્યારે અટકશે? સત્પરુષની આજ્ઞા મળી પછી બધેથી મન પાછું હઠે. ત્યાગ ન થાય ત્યાં વૈરાગ્ય રહે. તેમાં સત્ય પર દ્રષ્ટિ રાખવાની જરૂર છે. સત્યને અર્થે ત્યાગ વૈરાગ્ય કરવા યોગ્ય છે.
ઉપર કહ્યા તે સાત ભાવો જીવને જાગ્રત રાખનારા છે. પ્રથમ આત્માની દયા વિચારે, અનંત કાળથી સંસારસાગરમાં ડૂબકાં ખાય છે, દુઃખી છે એમ લાગે, દુઃખ જવાના ઉપાય કરે તો શાંતિ મળે. જ્યારે ભૂમિકા શાંત થઈ જાય ત્યારે સમતા કહેવાય. સ્વરૂપનો નિર્ણય થઈ ગયો તો સમતા, સમભાવ થાય કે મોડું વહેલું એ જ કરવાનું છે. સ્વભાવમાં ન રહેવા દેનારા ક્રોઘાદિ ભાવો પર પછી જાસો રાખે. ક્ષમા-ખમી ખૂંદવું. સમકિતી જીવ કષાયને ટાળવાનો પુરુષાર્થ કરે છે. કષાય દૂર કરવાનું સાઘન શું? સત્ય –પોતાના સ્વરૂપનું અવલંબન. તેમાં વિઘ કરનાર પરવસ્તુનો જેમ બને તેમ ત્યાગ કરે, ત્યાગ ન થઈ શકે ત્યાં વૈરાગ્ય રાખે. પોતાનું સ્વરૂપ ઓળખ્યું પછી જાગૃત રહી સંભાળ રાખે. આ સાત ગુણ મુમુક્ષમાં હોવા જોઈએ. તો જ તે જાગૃત કહેવાય. નહીં તો ઊંઘતો કહેવાય. આ ગુણો જતા ન રહે તે માટે મોહથી મુઝાય. મોહનાં કારણો છોડી સકારણમાં જોડાય. સંસારની ક્રિયા ખાવું પીવું વગેરેમાં તન્મય ન થાય. ક્યારે છૂટું એમ થાય. “મુનિ તો આત્મવિચારે કરી જાગૃત રહે.” તેવી રીતે મુમુક્ષુ જાગૃત રહેવા આ ભાવોને સેવે છે. (૧૩૮)
ત્યાં
આ સકતો કહે