________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૪૩
પોતાને ક્રોધ આવ્યો હોય તેનો પછી પશ્ચાત્તાપ કરવો, અઢાર પાપસ્થાનક રોજ વિચારવા તેથી કહ્યું છે.
રોજ પા અર્ધો કલાક આખા દિવસમાં જે ખોટા ભાવ થયા હોય તે યાદ કરે અને ફરી ન થાય એમ વિચારે. એમ કષાય ઘટાડવાનો અભ્યાસ રોજ કરે તો મન પર કાબૂ આવે. મનને નોકરની જેમ ટોકવું થાય તો બીજી વાર કાળજી રાખે છે. જેમ નોકરને શેઠની બીક હોય તેમ મનને પણ બીક રહે છે કે પાછો પશ્ચાત્તાપ કરવો પડશે તેથી ક્રોધાદિથી પાછું હઠે છે. દરેકમાં આત્મા જુએ તો ક્ષમા રહે. ઘી, દૂધ દઝાડે છતાં તેને ઢોળી નથી મૂકતા તેમ ક્રોધથી કોઈ કંઈ કહેતું હોય પણ તે આત્મા છે એમ જુએ તો ખમી ખૂંદે.
૫. સત્ય—સાચામાં સાચી વસ્તુ આત્મા છે. હું આત્મા છું એ લક્ષ વગર બોલ્યું ન બોલ્યું બધું જૂઠું. મિથ્યાત્વીનું બધું અસત્ય. વ્યવહારથી સત્ય કહેવાય પરંતુ પરમાર્થ સત્ય છે તે તો આત્માના ઉપયોગ સહિત બોલે તે. વ્યવહાર સત્ય પાળે તે પણ આત્માને સુખનું કારણ છે. અસત્ય બોલવામાં ઘણા વિકલ્પો કરવા પડે અને આત્મા અશાંત થાય. દેહદૃષ્ટિનો ત્યાગ કરે અને આત્મદૃષ્ટિ થાય ત્યારે જ પરમાર્થ સત્ય સમજાય છે, બોલાય છે.
""
૬. ત્યાગ, ૭. વૈરાગ્ય—આત્માને ઓળખવા બીજી ખોટી વસ્તુ પ્રત્યેથી વૈરાગ્ય આવવો જોઈએ. ત્યાગ થવો જોઈએ. “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.’' એવો ત્યાગ ન આવે ત્યાં સુધી નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. જ્યાં સુધી આત્મદૃષ્ટિ