________________
આત્મસિદ્ધિશાસ્ર
૨૪૧
પૃથ્વી આધારભૂત છે...તેમ સર્વ પ્રકારનાં કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે ‘શાંતિ’ને જ્ઞાનીપુરુષોએ કહ્યો છે.’” (૪૮૬) બધા શાસ્ત્રનો સાર વિભાવથી મુકાવું અને સ્વભાવમાં રહેવું. એનું નામ શાંતિ છે.
यदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः । तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ||३६||
(સમાધિશતા)
મોહનીયના ઉદયથી રાગદ્વેષ થાય તે જ વખતે જો આત્માનો વિચાર કરે તો તરત આત્મશાંતિ થાય. રાગદ્વેષથી આત્માને અનાદિ કાળથી દુ:ખી કર્યો છે તેથી હવે તો આત્મામાં રહું એવી સમજણ હોય તો આત્મામાં રહે. સમજ્યા તે શમાયા. કષાયમાંથી ખસીને સ્વભાવમાં આવવું તે શાંતિ છે, આત્માની દયા આવી તો તે શાંતિનો રસ્તો લે. સત્પુરુષનાં વચનોથી ચિત્તને શાંત કરે. સત્પુરુષનાં વચનો કલ્પદ્રુમની છાયા જેવાં છે. અથવા સત્પુરુષે બતાવેલાં સાધન દ્વારા ચિત્તને શાંત કરે. સત્પુરુષનાં વચનોમાં ચિત્ત જોડે તો વિક્ષેપ, ખળભળાટ મટતાં મટતાં મન સ્થિર થઈ જાય તે શાંતિ છે.
૩. સમતા—દયા આવી ત્યાં આત્માની દાઝ આવી તેથી પછી શાંતિનો માર્ગ લે. અને શાંતિ આવે એટલે સમતાભાવ થાય. શાંતિ વધે તેમ તેમ સમતા આવે. દૂધનો ઊભરો બેસી જાય તે રૂપ શાંતિ છે અને પછી દૂધ ઠંડું પડે તે રૂપ સમતા છે. સ્વરૂપમાં ઠરી રહેવું તે સમતા છે. સમતા એ આત્માનો સહજ સ્વભાવ છે.
16