________________
૨૪૦
નિત્યનિયમાદિ પાઠ તો દયા રાખે. અન્ય જીવોની જેટલી રક્ષા કરે તેટલી પોતાના આત્માની રક્ષા થાય છે ત્મિવત્ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સ પંડિત: I પોતાને દુઃખ થાય તેમ બીજાને પણ થાય છે એ જાણે, પોતાના સમાન સર્વ જીવોને જુએ એનું જ નામ “જોઈને ચાલવું.”
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.”
હિંસા પરમો ધર્મ | હા ઘર્મ મૂક હૈ છ કાય જીવની રક્ષા કરવી. એ સર્વ પોતાના આત્માને જ દુઃખમાંથી બચાવનાર છે. પોતાનો આત્મા સંસારમાં ન બંધાય એ હેતુએ ભોગવિલાસ માટે જીવોને ન હણે, યત્ના રાખે. સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય તો કંઈક દયાનું સ્વરૂપ સમજાય. “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” ભગવાને જે દયા કહી છે તે પોતાના આત્માની દયા હજુ ઓળખી નથી. પરિભ્રમણનાં દુઃખોનો ખ્યાલ નથી આવતો. અનંતકાળથી ત્રિવિધ તાપે આત્મા દુઃખી થઈ રહ્યો છે તે વિચારે તો દયા આવે કે મને પોતાને મેં આટલો દુઃખી કર્યો !
૨. શાંતિ–આત્માની દયા આવી, સંસારથી પાછો વળ્યો તો જ્ઞાનીની આજ્ઞાએ વર્તાય તેટલી શાંતિ વેદાય. સંસારમાં ત્રિવિધ તાપ છે. તે જેટલા શકાય તેટલી શાંતિ થાય. મોટો ઉપાય સત્પરુષનો બોઘ છે એના જેવી શાંતિ બીજે ન મળે. શાંતિને સર્વ ઘર્મનો આઘાર કહ્યો છે. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું–નિવૃત્ત થવું–તે. “જેમ ભૂતમાત્રને