________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૨૯
પ્રતિકૂળ હોય તે વિચારે છે, આત્માનું હિત વિચારતો નથી. આત્માર્થ વિચારીને વર્તવું જોઈએ.
જો પોતાના શુદ્ધ સ્વરૂપને ઇચ્છતા હો તો સવળો પુરુષાર્થ કરો. સમકિત થયા પછી અંતરાત્મા શો પુરુષાર્થ કરે છે ? કષાય નિવારવાનો. કષાય છે તે જ દુશ્મન છે. અનંતાનુબંધી જાતના હોય તો કર્મની સ્થિતિ લાંબી બંધાય; સંજ્વલન જાતના હોય તો થોડી સ્થિતિ બાંધે. સમકિતી તે બધાને ઓળખે છે. ઇચ્છા થાય છે તે લોભ કષાયનો પ્રકાર છે. ઇચ્છા, તૃષ્ણા, વાસના, લોભ એ બધાં સંસારનાં કારણ છે. મોક્ષની ઇચ્છા કહી તે વાસ્તવિક ઇચ્છા નથી, તેને સંવેગ, અભિલાષા, ભાવના કહેવા યોગ્ય છે.
આત્માર્થ શું ? “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આ બધો આત્માર્થ અથવા આત્મા અર્થે કરવાનો પુરુષાર્થ છે. તેને છેદવા યોગ્ય નથી. મનુષ્યભવ પામીને આત્માર્થ ચૂકી જવા યોગ્ય નથી. (૧૩૦)
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવાં સોય. ૧૩૧
અર્થ :— આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત કરવું. (૧૩૧)
ભાવાર્થ : શુષ્કજ્ઞાનીના વિચારો આરંભમાં કહ્યા છે. આત્મા જાણ્યો પછી કંઈ કરવાનું નથી એમ કહે. કર્મ ઉદય આવે