________________
૨૨૮
નિત્યનિયમાદિ પાઠ ઘણું કામ કરવાનું છે માટે પ્રમાદ થાય એવા વિચાર ન કરવા કે તેવી વાત ન સાંભળવી. લાગ આવ્યો છે. આ ભવમાં કામ થાય એવું છે. વિઘ આવે તેમાં ખળી જવું નહીં. મંડી પડવું. ચારે બાજુ દવ લાગ્યો છે માટે ઊભે માર્ગે દોડવા જેવું છે. પ્રથમ સમકિત કરી લેવું જરૂરનું છે.
કેટલાક માને છે કે ભવસ્થિતિ પાકશે, કર્મ માર્ગ આપશે ત્યારે એની મેળે સમકિત થશે. અત્યારે પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી. પરંતુ એ રીતે પુરુષાર્થ વગર કોઈ કાળે કર્મ ખપે નહીં. સમક્તિ વગર ભવસ્થિતિ પાકે નહીં એટલે કે સંસાર મર્યાદાવાળો થાય નહી. પુરુષાર્થ કરી કર્મ ખપાવે ત્યારે સમકિત થાય અને સમકિત થાય તો જ હવે અમુક ભવ બાકી રહ્યા એમ કહેવાય.
જ્ઞાની તો કહે છે કે પ્રારબ્ધ નથી એમ ગણીને પુરુષાર્થ જ કરવો. તેમાં પ્રારબ્ધ નડે તો ખેદ કરવો નહીં. બાંઘેલાં કર્મ તો બઘાને ઉદય આવવાનાં જ પરંતુ તે ભોગવતાં નવાં કર્મ ન બંઘાય એ પુરુષાર્થ કરવાની જરૂર છે. પહેલો પુરુષાર્થ તો રુચિ ફેરવવાનો કરવાનો છે. પ્રથમ સમકિત પ્રગટે તો રુચિ પલટાય, જન્મમરણ નથી કરવાં એમ થાય. સમકિત નથી ત્યાં બધો પુરુષાર્થ હસ્તિસ્નાન જેવો નિષ્ફળ થાય છે. સંસારમાંથી રુચિ ઊઠી નથી ત્યાં રાગદ્વેષ કરવાથી સંસારમાં ભમવું પડશે તેનો ત્રાસ નથી.
સમકિતીને રાગ, દ્વેષ, ઇચ્છા થાય ત્યારે ત્રાસ છૂટે. ખરો પુરુષાર્થ ઇચ્છાને રોકવી તે છે. એ જ તપ છે. દેહને અનુકૂળ