________________
૨૨૬
નિત્યનિયમાદિ પાઠ
સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.'’ (૫૩૭) અજ્ઞાન જાય તો નિઃશંક અને નિર્ભય થવાય. બીજા કોઈ રોગથી ડરવા જેવું નથી કારણ કે તેથી બહુ તો દેહ પડે. પરંતુ આ તો આત્માનો રોગ છે, તે તો અનંત કાળ સુધી દુઃખી કરે. સમકિત-આત્મજ્ઞાન વગર દાન, શીલ ગમે તે ધર્મસાધન કરે તે સર્વ વૃથા જાય છે, આવો જે આત્મભ્રાંતિરૂપ રોગ તે જ્ઞાની ગુરુની આજ્ઞાએ વર્તે તો મટે છે. પરંતુ ઘરની, કુટુંબની ચિંતાધ્યાન કરે તો રોગ વધે. કોઈને જીવલેણ રોગ થયો હોય ને સાચો વૈદ્ય મળે તે બતાવે કે હિમાલય પર જઈને રહે તો મટશે. તે માને તો ઘર ઘંઘો બધું છોડીને ત્યાં જઈને રહે છે, અથવા હવાફેર કરવા જાય છે. તે શરીરની ચિંતા જરૂરની લાગી છે તો કરે છે. પરંતુ આત્માની ચિંતા લાગી નથી. આત્માની ચિંતા લાગી હોય તો શાનીની આશાએ ધર્મધ્યાન કરે, એમ જ્યારે દેહની ચિંતા છોડીને આત્માની ચિંતા થાય ત્યારે જાણવું કે આત્મા જાગ્યો છે. (૧૨૯)
જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ અર્થ :– જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છંદો નહીં. (૧૩૦)
ભાવાર્થ :— સદ્ગુરુ મળ્યા, આશા મળી છતાં કાર્ય કેમ નથી થતું ? પુરુષાર્થ નથી થતો. પરમાર્થ એટલે પરમ પદાર્થ અથવા શુદ્ધાત્મા. તેને પામવાની ઇચ્છા હોય તો સત્ પુરુષાર્થ