________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૨૫ આત્મભ્રાંતિ છે. એના જેવો રોગ બીજો કોઈ નથી. એ જ બઘા દુઃખનું મૂળ છે. કારણ કે અનાદિકાળથી આત્માની ભ્રાંતિ હોવાથી જ સંસારમાં જન્મમરણ કરવાં પડે છે.
આ રોગ એવો છે કે તેની ખબર પડતી નથી. માત્ર સત્સંગમાં ખબર પડે. એ રોગ કેવા વૈદ્ય મટાડે ? સરુ ખરા સુજાણ=અનુભવી વૈદ્ય છે. તેઓ આત્માનો આ ભ્રાંતિરૂપ રોગ પારખે છે. તેઓ બતાવે તે ઉપાયો કરવાથી આત્માનો અનાદિ કાળનો રોગ મટે છે. જેમ રોગની દવા કરતા હોઈએ ત્યારે ચરી પાળવી પડે છે, નહીં તો દવા અવળી પરિણમે છે અને નુકસાન કરે છે, તેવી રીતે સદ્ગુરુનો બોઘ સાંભળ્યો હોય તે વિચારવો એ રૂપ દવા છે. પરંતુ તે ગુણ ક્યારે કરે કે જો સાથે સદ્ગુરુની આજ્ઞાએ વર્તે તો. વિચારણા એ આત્મરોગની દવા છે અને આજ્ઞાએ વર્તવું એ પથ્થ=ચરી છે. વિચારણા તો બઘા કરે છે પરંતુ સદ્ગુરુના બોઘને અનુસરીને વિચારે તે આત્માની દવા થાય. તેમાં સાથે ચરી પાળે એટલે આજ્ઞાએ બધું વર્તન કરે તો રોગ મટે. વિચાર અને આજ્ઞા બન્ને હોય તો જ આત્મહિત થાય. વિચાર એ જ્ઞાન છે અને આજ્ઞાએ વર્તવું એ ક્રિયા છે. જ્ઞાન અને ક્રિયા બન્ને મળે ત્યારે કાર્ય થાય.
સમતિ થવામાં અને સમકિત થયા પછી પણ આ બન્ને જરૂરનાં છે. જ્ઞાન અને ક્રિયા બન્ને હોય તો જ સમકિત થાય. સુવિચારણા છે તે જ ઘર્મધ્યાન છે. સ્વાધ્યાય વિચાર હોય ત્યાં ઘર્મધ્યાન થાય છે. આત્મભ્રાંતિ અથવા અજ્ઞાન એ જ મોટું દુઃખ છે. તેથી કહ્યું છે કે “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ
15