________________
૨૨૪
નિત્યનિયમાદિ પાઠ છ સ્થાનકમાં આવી જાય છે. બીજા દર્શનકાર એકાન્ત પક્ષ પકડી જ્યાં અટકી પડ્યા છે ત્યાં શિષ્યને શંકા કરાવી તેમાં થતી ભૂલ બતાવી આગળ વઘાર્યો છે, અને અપેક્ષાએ સમજે તો તે દર્શનો ખરાં છે એમ પણ નિર્દેશ કર્યો છે. છયે પદની શંકા અને તેના સમાઘાન વિસ્તારથી વિચારવાથી જરૂર છે જેથી છ દર્શન અપેક્ષાએ જેમ છે તેમ સમજાય અને છ પદમાં ક્યાંય શંકા ન રહે. છ પદની નિઃશંકતા થાય તે જ સમકિત છે. વસ્તુનું સત્ય
સ્વરૂપ જેમ છે તેમ સમજવું અને શ્રદ્ધવું તે જ સમકિત છે; વિચાર કરે તો નિઃશંકપણે સમજાય. (૧૨૮)
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સશુવૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન. ૧૨૯
અર્થ - આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષઘ નથી. (૧૨૯)
ભાવાર્થ - આત્મભ્રાંતિ–ચિત્ત આત્મામાં ન રહી શકે, બીજે ભટકે. ભ્રાંતિ એટલે વિક્ષેપ, ચંચળતા, અસ્થિરતા. “વિક્ષિપ્ત મનતત્ત્વ વિક્ષિપ્ત ધ્રાંતિરાત્મનઃ ” (સમાધિશતક)
જ્યાં વિક્ષેપ એટલે રાગદ્વેષ ને અજ્ઞાનથી થતાં ચળવિચળ પરિણામ છે ત્યાં આત્મામાં ભ્રાંતિ છે. રાગદ્વેષ તે ચારિત્રમોહ અને અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિત જ્ઞાન તે દર્શનમોહ એ બેના ઉદયથી મનમાં વિક્ષેપ થાય છે. તેથી પરને પોતાપણે માને છે તે