________________
૨૨૨
નિત્યનિયમાદિ પાઠ જ પોતાનું કર્તવ્ય છે એ શિષ્યને સમજાયું છે. યથાર્થ ભક્તિ થવા વિનય નમ્રતા ગુણ પ્રગટવો જોઈએ. મન, વચન, કાયા સદ્ગુરુ આજ્ઞાએ પ્રવર્તાવવાં એટલે કે તેમને રુચે તેવા ભાવ કરવાં, તેમની આજ્ઞા વિચારી વચન બોલવાં અને આજ્ઞાએ કાયાને પણ પ્રવર્તાવવી.
નોકર હોય તેને શેઠ કહે તેમ જ કરવું પડે. દાસની ફરજ તો નોકરથી પણ વઘારે છે. નોકર તો પગાર મળે ત્યાં સુધી આજ્ઞામાં રહે. દાસ તો જીવન પર્યત આજ્ઞામાં વર્તે. સદ્ગરને નાના મોટાનો ભેદ નથી. જે તેમને આધીન થયો તેને તેઓ જરૂર તારે છે. જેમકે એંજિનને ભારખાનું જોડો કે સલૂન જોડો, બન્નેને સરખી રીતે ખેંચી જાય છે, તેવી રીતે પુરુષને સર્વ જીવ પ્રત્યે સમાન દ્રષ્ટિ હોય છે. તેમને આધીન વર્તે તો જરૂર તારે. પોતાનું સ્વરૂપ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે સદ્ગએ જેમ છે તેમ જાયું છે. માટે તે પ્રાપ્ત કરવા સદ્ગુરુને આધીન વર્તવું.
“ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.”
મન ભગવાનના ચરણમાં લીન રહ્યું તો બધું અર્પણ થયું અને એ જ અખંડ ભક્તિ છે. (૧૬)
ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ. ૧૨૭
અર્થ - છયે સ્થાનક સમજાવીને હે સદ્ગુરુ દેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ, સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. (૧૨૭)