________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૨૧ મોક્ષમાર્ગમાં કામ લાગતું નથી. જ્ઞાનીની આજ્ઞામાં વર્તવું એ જ કલ્યાણ છે. પ્રભુના ચરણ પાસે શું ઘરું ? બધું શોઘતાં જડી આવ્યું કે “વતું ચરણાધીન.” (૧૨૫)
આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આઘીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬
અર્થ :- આ દેહ, “આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. (૧૨૬)
ભાવાર્થ :- ક્યારથી અને કેવી રીતે ચરણાથીન વર્તવું ? તો કે આજથી શરૂ કરીને હંમેશને માટે. સમજ્યા ત્યાંથી સવાર. મન, વચન, કાયા, ઇન્દ્રિયો, ઘન વગેરે જે કંઈ મારું મનાય છે તે સર્વ સદ્ગુરુને અર્પણ કર્યા તેથી હવે સર્વથા તેમની આજ્ઞા ઇચ્છા વિચારી દાસભાવે વર્તવું. વળી સદ્ગુરુ પ્રત્યે અત્યંત દીનભાવે કહે છે કે આપના તો અનેક દાસ હશે તે બઘાથી હું નીચો દીન છું. દાસના દાસનો દાસ છું. માને ભૂંડું કર્યું છે; નમ્રતા દીનતા આવે તો કલ્યાણ છે. શિષ્યનું મન નમ્ર બન્યું છે તેથી આવા શબ્દો નીકળ્યા છે. નરમ વસ્તુ હોય ત્યાં મેળ મળે, કઠણ વસ્તુ બની ત્યાં તડ પડે. હું જ્ઞાની છું, મને જ્ઞાન થયું છે એમ વિચારે ત્યાં અભિમાન આવે. પરંતુ હું કંઈ જાણતો નથી, જ્ઞાની જાણે છે, તેમણે કહ્યું કે મારે કરવું છે, હું તેમનો દાસ છું. એમ વિચારે ત્યારે જ આત્મગુણ પ્રગટે છે. અહંકાર છે તે આત્માને કચડી નાખનારો છે. સદ્ગુરુના બોઘથી આટલી સમજણ પડી અપૂર્વ ભાન આવ્યું તેથી હવે સદ્ગુરુની ભક્તિ એ