________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૧૯
વિનય ગુણ આવે તો બધું પ્રાપ્ત થાય છે. માનથી ફુલી ગયો છે. હું જ મોટો ને બાકી બધા નાના એમ માને છે. વિનય આવે તો બીજાના ગુણો દેખાય. મોટામાં મોટો દોષ માન. હું જાણું છું, હું ડાહ્યો છું એમ માને તેથી અટકી પડે છે. હું ડાહ્યો છું એમ કરી કોઈ મોક્ષે ગયા નથી. જે લઘુ એટલે નાનો થાય તે જ મોક્ષની બારીમાં પેસી શકે. પોતાની પામરતા સમજે તો સદ્ગુરુના ગુણોનું માહાત્મ્ય સમજાય અને તેમના પ્રત્યે ઉલ્લાસભાવ ભક્તિ પ્રગટે ત્યારે જ્ઞાન થાય. (૧૨૪)
શું પ્રભુચરણ કને ઘરું ? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાથીન. ૧૨૫ અર્થ ઃ— હું પ્રભુના ચરણ આગળ શું થયું ? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્યે આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મૂલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શું થયું ? એક પ્રભુના ચરણને આધીન વ એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું.(૧૨૫)
ભાવાર્થ :– દુનિયામાં કોઈ આપણા પર ઉપકાર કરે તો સામો તેવો ઉપકાર કરીને બદલો વાળવામાં આવે છે. કોઈ આપણને માન આપે કે હાથ જોડે તો આપણે પણ માન આપીએ છીએ અથવા હાથ જોડીએ છીએ, એમ પ્રત્યુપકાર કરાય છે. તેથી શિષ્ય વિચારે છે કે સદ્ગુરુ પ્રભુએ મારા પર મહાન ઉપકાર કર્યો છે તેમને હું બદલામાં શું આપું ? અથવા સદ્ગુરુએ જ્ઞાનદાન આપી કૃતાર્થ કર્યો તો તેમની આગળ હું શી ભેટ ઘરું ?